October 15, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

બીજી તરફ માંગણી માટે વલસાડ આશ્રમ શાળાના કર્મચારીઓએ સી.બી. દેસાઈ હાઈસ્‍કૂલના મેદાનમાં પ્રતિક ધરણા કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લા સહિત ગુજરાત ભરમાં આંદોલનની ભરપુર સિઝન ચાલી રહી છે. વિવિધ યુનિયન, તબીબો, એસ.ટી. કર્મચારી, શિક્ષકો, રેવન્‍યુકર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ ઉપર સરકાર સામે આંદોલનનો મોરચો કરી રહ્યા છે તે અંતર્ગત આજે વલસાડમાં બે-બે આંદોલનની સમાંતર ઘટનાઓ ઘટી હતી. આશાવર્કર અને ફેસેલીટર બહેનો હડતાલ ઉપર ઉતરી હતી તો બીજી તરફ જિલ્લા આશ્રમ શાળાના કર્મચારીઓએ પણ પ્રતિક ધરણા કરી માંગણીઓ માટે દેખાવો યોજ્‍યા હતા.
વલસાડ જિલ્લા પંચાયત પાસે મહિલા શક્‍તિ સેનાના નેજા હેઠળ આશાવર્કર બહેનો અને ફેસેલીટર બહેનો તેમની પડતર માંગણીઓ માટે જિલ્લા પંચાયત નજીક અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી હતી. તેમની મુખ્‍ય માંગણીઓમાં ફીક્‍સ પગાર અને લઘુત્તમ વેતનની છે. સાથે સાથે આજે તેમણે ચિમકી પણ ઉચ્‍ચારી હતી કે હોસ્‍પિટલોમાં કોઈ બાબત બને તેની અમારી જવાબદારી રહેશે નહીં, તે પ્રમાણે વલસાડ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના શૈક્ષણિક, બિન શૈક્ષણિક કર્મચારીઓ પણ સી.બી. હાઈસ્‍કૂલના મેદાનમાં રાજ્‍ય સ્‍તરના આંદોલનને ટેકો આપવા તેમજ પડતર માંગણીઓના સમાધાન નિકાલ માટે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા હતા.

Related posts

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

વલસાડમાં એસપી કચેરી ખાતેથી વિવિધ પોલીસ પ્‍લાટૂન સાથે યોજાશે ભવ્‍ય તિરંગા યાત્રા

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

વલસાડમાં સદગુરુ શ્રી સતપાલ મહારાજની પાવન જન્‍મજ્‍યંતીની ઉજવણી

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

Leave a Comment