Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં સદગુરુ શ્રી સતપાલ મહારાજની પાવન જન્‍મજ્‍યંતીની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: માનવ ઉત્‍થાન સેવા સમિતિ વલસાડ શાખામાં સદ્દગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીનો પાવન જન્‍મોત્‍સવ ખૂબ જ ધામધૂમ અને ઉત્‍સાહ સાથે ઉજવવામાં આવ્‍યો હતો. કાર્યક્રમની શરૂઆત આરતી, પાદુકા પૂજન, ભજનથી કરવામાં આવી હતી. શાખાના પ્રભારી મહાત્‍મા સુમુક્‍તા બાઈજી, મ.ટીકાનંદજી અને મ.મનીષા બાઈજીએ સત્‍સંગ પ્રવચનમાં શ્રી ગુરુમહારાજજીના જીવન પરિચય અને ભારત દેશને વિશ્વગુરુ બનાવવાના સંકલ્‍પની ચર્ચા કરી અને પારડી સાંઢપોર ગામના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ (ભોલાભાઈ) હાજર રહ્યા હતા અને તેમનું સ્‍વાગત સંસ્‍થાના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું અને ચીખલી તાલુકાના માજી પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાંવિતે પણ હાજરી આપી હતી. ત્‍યારબાદ સેવા અને મહાપ્રસાદથી તમામ ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

વલસાડના અબ્રામાની કંપનીમાં કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

ખૂંટેજ ગામે સાતમ આઠમ નો જુગાર રમતા સરપંચ પુત્ર સહિત ત્રણની ધરપકડ

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

Leave a Comment