Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા. 12: ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા. 13 ઓક્ટોબરે વાપીથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં સવારે 11 કલાકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાપીમાં મત વિસ્તારોની મુલાકાત લેશે. તા. 14 ઓક્ટોબરે રાત્રે 2 કલાકે વાપીથી મુંબઈ એરપોર્ટ બાય રોડ જવા રવાના થશે. વહેલી સવારે 5-30 કલાકે મુંબઈ એરપોર્ટ પર આગમન થઈ 6-35 કલાકે મુંબઈ એરપોર્ટથી ઉદયપુર(રાજસ્થાન) જવા રવાના થશે. સવારે 9-30થી સાંજે 6-30 કલાક સુધી ઉદયપુરની રેડિસન બ્યુ હોટલમાં યોજનાર ઊર્જામંત્રીશ્રીઓની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. પરત રાત્રે 9-15 કલાકે મુંબઈ એરપોર્ટથી વાપી જવા રવાના થશે. બીજા દિવસે તા. 15 ઓક્ટોબરે શનિવારે સવારે 10 કલાકે પારડી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે. બપોરે 1 કલાકે વલસાડ ખાતે જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે. બપોરે 3 કલાકે પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં ઉમરસાડી માછીવાડ, દેસાઈવાડ, પારડી, વેલપરવા રોડ, ઉમરસાડીના બીચ ઉપર પુલ બનાવવાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે વાપી મત વિસ્તારની મુલાકાતે રવાના થશે.

Related posts

નુમા ઈન્ડિયા દમણની યોગા ટીમના પાંચ ખેલાડીઓ નેશનલ યોગા ઓલમ્પિયાડમાં ભાગ લેશે

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્‍થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજી

vartmanpravah

દાનહ પોલીસે લૂંટ અને હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment