January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની રંગોલી અને વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં ગેરરીતિ ઝડપાતા ખાદ્ય વિભાગે કરેલી કાર્યવાહી

રેસ્‍ટોરન્‍ટના 15 દિવસ માટે લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરાયા, સુધારો કરવાની તાકીદ અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ જિલ્લામાં ચાલી રહેલી હોટલો-રેસ્‍ટોરન્‍ટમાં નિયમો નેવે મુકીને ખાદ્ય સામગ્રીમાં હલકી ગુણવત્તા વાળા પદાર્થો વાપરીને ગ્રાહકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા થઈ રહ્યા છે. જિલ્લામાં ઠેર ઠેર મળતી વ્‍યાપક ફરિયાદોને ધ્‍યાને લઈ જિલ્લા ખાદ્ય વિભાગ એકશનમાં આવી ગયેલું છે. વાપી હાઈવે સ્‍થિત એક અને વલસાડ શહેરમાં ચાલતી એક રેસ્‍ટોરન્‍ટ મળી બે રેસ્‍ટોરન્‍ટ ઉપર ખાદ્ય વિભાગે કાર્યવાહી કરી છે.
વાપી નેશનલ હાઈવે શાંતિ ચેમ્‍બર્સમાં બહારથી ઝાકઝમાળ દેખાતી રંગોળી રેસ્‍ટોરન્‍ટમાં ખાદ્ય પદાર્થોમાં હલકી ગુણવત્તા સામાનનો ઉપયોગ-કિચનમાં અસ્‍વચ્‍છતા જેવી ગેરરીતિઓ મળી આવી હતી. ખાદ્ય વિભાગ 15 દિવસ માટે લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરી સ્‍થિતિમાં સુધારો કરવાની રેસ્‍ટોરન્‍ટ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી. એજ પ્રમાણે વલસાડની સબ્‍જી રેસ્‍ટોરન્‍ટમાં પણ ગેરરીતિ જોવા મળતા ખાદ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાપી હાઈવે ઉપર પણ ત્રણ દિવસ પહેલાં ગેરરીતિ અંગે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. જિલ્લામાં કાર્યરત હોટલો-રેસ્‍ટોરન્‍ટમાં અનેક ગેરરીતિ સાથે ગ્રાહકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા થઈ રહ્યાના બનાવો સુચિત કરી રહ્યા છે.

Related posts

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

વાપીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિમાં સપ્તાહમાં વધુ બે બસ દોડશે

vartmanpravah

વેતન ના ચૂકવતા કફોડી હાલતમાં મુકાયેલ મહિલા કર્મચારીની મદદે અભયમ વલસાડ

vartmanpravah

રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજના શિક્ષણમાં વધુ એક મોર પંખ ઉમેરાયું : કોલેજને NAAC B++ ગ્રેડ મળ્‍યો

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં સામાન્‍ય વરસાદથી જ રસ્‍તાઓની હલત બદતર

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

Leave a Comment