August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: આજ રોજ તા.21-02-2023 ને મંગળવારના રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયાના માર્ગદર્શન તેમજ શાળાના સહાયક શિક્ષિકા આરાધના બહેનસ્‍માર્ટના નેતૃત્‍વ હેઠળ ‘‘વિશ્વ માતૃભાષા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વરિષ્ઠ હિન્‍દી શિક્ષિકા આરાધના બહેન સ્‍માર્ટએ ‘શા માટે 21 મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતળભાષા દિવસ’ ઉજવાય છે?’ તેની ઐતિહાસિક ઘટનાથી શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ત્‍યાર બાદ શાળાના ગુજરાતી શિક્ષિકા શ્રીમતી ધનલક્ષ્મી બહેન કામલિયાએ માતૃભાષા ગુજરાતીનું મહત્‍વ દર્શાવતું કાવ્‍ય-પઠન કર્યુ હતું.
કાર્યક્રમના અંતમાં શાળાના વરિષ્ઠ શિક્ષિકા આરાધના બહેન સ્‍માર્ટએ ગુજરાતી ભાષા, ગુજરાતી લોકોનું આખા વિશ્વમાં શું મહત્‍વ છે ? અને ગુજરાત રાજ્‍યની શી વિશેષતા છે? તેના વિશે પોતાની આગવી કાવ્‍યાત્‍મક શૈલીમાં રજૂઆત કરીને શાળા પરિવારને મંત્રમુગ્‍ધ કરી દીધા. આમ, શાળા પરિવારના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

આજે દાનહ લોકસભા પેટા ચૂંટણીની મત ગણતરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડ પર મંથર ગતિએ કામ ચાલતા વાહનચાલકોને વેઠવા પડી રહેલી ભારે હાલાકી

vartmanpravah

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

vartmanpravah

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

vartmanpravah

Leave a Comment