July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

પોલીસે ગાંજા અને કાર સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : ચાલક કાર છોડી ઝાડીમાં ફરાર થઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ એલ.સી.બી. ટીમે પારડી હાઈવેથી કારનો પીછો કરી ધમડાચી પીરૂ ફળીયા પાસે ગાંજાનો જથ્‍થો ભરેલ કારને ઝડપી પાડયો હતો. કાર ચાલક કાર બિનવારસી છોડી ઝાડીમાં ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ એલ.સી.બી. પી.આઈ. વી.બી. બારડને બાતમી મળી હતી કે મુંબઈ તરફથી નંબર પ્‍લેટ વગરની કાર ગાંજાનો જથ્‍થો ભરી સુરતતરફ જઈ રહી છે તેથી પોલીસે પારડી હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. શનિવારે મળસ્‍કે બાતમી વાળી કાર આવતી જણાતા પોલીસે અટકાવવાની કોશિષ કરી હતી પરંતુ કાર ચાલક કારને ભગાડી ગયો હતો. પોલીસે ફિલ્‍મી ઢબે કારનો પીછો કર્યો હતો. અંતે કાર ચાલક વલસાડ ધમડાચી ફળીયા પાસે કારને છોડીને ઝાડીમાં ફરાર થઈ ગયો હતો. કારમાં તપાસ કરતા 125 પેકેટોમાં ભરેલ ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો. પોલીસે 21.43 લાખનો ગાંજો અને કાર મળીને 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ટેકનિકલ સર્વેલન્‍સ અને સીસીટીવી ફૂટેજ આધારે શરૂ કરી હતી. જેમાં તપાસમાં બહાર આવ્‍યું છે કે કારના વિમા પોલીસીના કાગળો જોતા કારનો માલિક ગંગાપુર (રાજસ્‍થાન)નો મુકેશ હોવાનું બહાર આવ્‍યું છે. ઓરિસ્‍સા, એમ.પી., આંધ્ર જેવા રાજ્‍યોમાંથી હાઈવે દ્વારા ગાંજો ગુજરાતમાં, રાજસ્‍થાનમાં ઘુસાડવાના પ્રયાસ ભૂતકાળમાં પણ થતા રહેલા છે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્‍હીલ ચેર અર્પણ કરી

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપે મનાવેલો વિજયોત્‍સવ : દમણ-સેલવાસમાં ભાજપે કાઢેલી રેલી

vartmanpravah

ચીખલી થાલાની ગેરેજમાં ચોરીઃ ચોરટાઓ સીસીટીવી કેમેરોનું ડીવીઆર પણ ચોરી ગયા

vartmanpravah

પરિયામાં મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતઃ મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત

vartmanpravah

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

vartmanpravah

Leave a Comment