January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

પોલીસે ગાંજા અને કાર સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : ચાલક કાર છોડી ઝાડીમાં ફરાર થઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ એલ.સી.બી. ટીમે પારડી હાઈવેથી કારનો પીછો કરી ધમડાચી પીરૂ ફળીયા પાસે ગાંજાનો જથ્‍થો ભરેલ કારને ઝડપી પાડયો હતો. કાર ચાલક કાર બિનવારસી છોડી ઝાડીમાં ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ એલ.સી.બી. પી.આઈ. વી.બી. બારડને બાતમી મળી હતી કે મુંબઈ તરફથી નંબર પ્‍લેટ વગરની કાર ગાંજાનો જથ્‍થો ભરી સુરતતરફ જઈ રહી છે તેથી પોલીસે પારડી હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. શનિવારે મળસ્‍કે બાતમી વાળી કાર આવતી જણાતા પોલીસે અટકાવવાની કોશિષ કરી હતી પરંતુ કાર ચાલક કારને ભગાડી ગયો હતો. પોલીસે ફિલ્‍મી ઢબે કારનો પીછો કર્યો હતો. અંતે કાર ચાલક વલસાડ ધમડાચી ફળીયા પાસે કારને છોડીને ઝાડીમાં ફરાર થઈ ગયો હતો. કારમાં તપાસ કરતા 125 પેકેટોમાં ભરેલ ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો. પોલીસે 21.43 લાખનો ગાંજો અને કાર મળીને 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ટેકનિકલ સર્વેલન્‍સ અને સીસીટીવી ફૂટેજ આધારે શરૂ કરી હતી. જેમાં તપાસમાં બહાર આવ્‍યું છે કે કારના વિમા પોલીસીના કાગળો જોતા કારનો માલિક ગંગાપુર (રાજસ્‍થાન)નો મુકેશ હોવાનું બહાર આવ્‍યું છે. ઓરિસ્‍સા, એમ.પી., આંધ્ર જેવા રાજ્‍યોમાંથી હાઈવે દ્વારા ગાંજો ગુજરાતમાં, રાજસ્‍થાનમાં ઘુસાડવાના પ્રયાસ ભૂતકાળમાં પણ થતા રહેલા છે.

Related posts

દાનહના સુરંગીમાં જૂના ટાયરોનું રિસાયકલીંગ કરતી ઓઈસ્‍ટર કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર તટે 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

નારી સંરક્ષણ કેન્‍દ્ર ખુંધ ચીખલીની સરાહનીય કામગીરી જિલ્લા કલેક્‍ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની મૂકબધિર બહેનને તેના પરિવાર સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment