September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: આગામીવિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022ને અનુલક્ષીને વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક કલેક્‍ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી અધિકારીશ્રીએ બેલેટ પેપર અંગેની વ્‍યવસ્‍થા, મતદાન કેન્‍દ્રો ખાતે આનુસાંગિક સુવિધા, મતદાન કેન્‍દ્રો ખાતે દિવ્‍યાંગો માટેની વ્‍યવસ્‍થા, સખી મતદાન કેન્‍દ્રો, ચૂંટણી સમયે કાયદો અને વ્‍યવસ્‍થા, મતદાન જાગૃતિ, ચૂંટણી અંગેની તાલીમ, ચૂંટણી સ્‍ટાફ, વગેરે અંગે ઝીણવટભારી માહિતી મેળવી જરૂરી સલાહ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેક્‍ટર કચેરી ઉપરાંત ઈ-માધ્‍યમથી અન્‍ય નોડલ અધિકારીઓ પણ જોડાયા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી અનસુયા ઝા, પ્રોબેશનલ આઈએએસ નિશા ચૌધરી, નાયબ જિલ્લા અધિકારી ઉમેશ શાહ, વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા, કાર્યપાલક ઇજનેર એન.એન.પટેલ સહિત વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

vartmanpravah

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

અનંત ચૌદસના દિવસે પારડીમાં 40 થી વધુ મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાયું

vartmanpravah

વલસાડના ધડોઈ ગામે કપડા સુકાવતા વહુને કરંટ લાગતા સાસુ બચાવવા દોડયા : સાસુનુ કરંટ લાગતા મોત

vartmanpravah

કપરાડામાં 3 સ્‍કૂલોમાં આશારામ બાપુના ફોટાની પૂજા-અર્ચના કરાવા બદલ 33 શિક્ષકોને નોટીસ ફટકારાઈ

vartmanpravah

Leave a Comment