December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજના શિક્ષણમાં વધુ એક મોર પંખ ઉમેરાયું : કોલેજને NAAC B++ ગ્રેડ મળ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: નવી દિલ્‍હી સ્‍થાપિત યુજીસી દ્વારા સ્‍વાયત્‍વ એજન્‍સી નેશનલ એસેસમેન્‍ટ એન્‍ડ એક્રેડીટેશન કાઉન્‍સિલ (NAAC) જે શિક્ષણની ઉચ્‍ચ ગુણવત્તા તેમજ દુરદર્શીતાના માપદંડોની ચકાસણી કરી માનક આપે છે.
વર્ષ 1999 માં રોફેલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍થાપિત શ્રી જી.એમ. બીલાખીયા કોલેજ ઓફ ફાર્મસી ઉચ્‍ચ શિક્ષણ પ્રત્‍યેની પોતાની કટિબદ્ધતા દર્શાવતા અત્‍યાર સુધીમાં કોલેજ ખાતેથી ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે ઘણા ગોલ્‍ડ મેડલિસ્‍ટ તેમજ જીટીયુ ટોપ ટેન આપ્‍યા છે. ઉચ્‍ચ ગુણવત્તા ભર્યું શિક્ષણ માટે કટિબદ્ધ રોફેલ શ્રી જીએમ બિલાખીયા કોલેજઓફ ફાર્મસી એ NAAC એક્રેડીટેશન માં 2.83(CGPA) B++ગ્રેડ મેળવી કોલેજમાં શિક્ષણ ખાતે એક નવું સોપાન સર કર્યું છે.
NAAC એક્રેડીટેશન ઉચ્‍ચ શિક્ષણ માટેની ખાતરી આપે છે જે મેળવવા કોલેજના NAAC કોર્ડીનેટર ડો. કોમલ પરમાર, કોલેજના તમામ સ્‍ટાફ તેમજ આચાર્યશ્રી ડો. અરવિંદમ પાલે કટિબદ્ધતા દર્શાવી હતી. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ રોફેલ ટ્રસ્‍ટના સમસ્‍ત ટ્રસ્‍ટીગણે રોફેલ ફાર્મસી કોલેજને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે થયેલા કાર અને બાઈકની અકસ્‍માતની ફરીયાદ નોંધાઈ

vartmanpravah

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

આલીપોર સર્વિસ રોડ ઉપર બાઈક અને કાર વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાળકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલાની ઘટનાનેપારડી કોંગ્રેસે વખોડી

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલમાં ઈન્‍વેસ્‍ટિચર સેરમની કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

Leave a Comment