(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : કન્નડ સેવા સંઘ, દાદરા નગર હવેલી દ્વારા કર્ણાટક રાજ્યોત્સવ અંતર્ગત ભારતીય રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાટક રાજ્યોત્સવનો કર્ણાટકના લોકો દ્વારા રાજ્યની સ્થાપનાના દિવસ રૂપે મનાવવામાં આવે છે જેને ક્યારેક મુંબઈ, હૈદરાબાદ અને મૈસુર રાજ્યોમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. આ દિવસ કર્ણાટકના લોકો માટે મહાન દિવસ હતો, કારણ કે આ કર્ણાટક રાજ્યની એકતા અને અખંડતાનો દિવસ હતો. આ રક્તદાન શિબિર કર્ણાટક રાજ્યોત્સવના ઉત્સવનો એક ભાગ છે અને દરેક કન્નડ લોકો રક્તદાન કરવા માટે એકત્ર થયા હતા.
આ અવસરે ઉપાધ્યક્ષ શ્રી હોસામની, કોષાધ્યક્ષ શ્રી પ્રકાશ નાયક, શ્રી બસવરાજ સુગરે, શ્રી અરુણ આગરા, શ્રી લોકેશપ્પા, શ્રી નાગેશ નાયક, ભારતીય રેડક્રોસના ડો. રાજેશ શાહ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.