December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

વલસાડ જિલ્લાના છ તાલુકા મથકે સમાંતર કાર્યક્રમ યોજાયો : અત્‍યાર સુધીમાં 4.72 લાખ લાભાર્થીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા વાપી વી.આઈ.એ. હોલમાં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેંકડો લાભાર્થીઓએ લાભ લીધો હતો.
સમગ્ર રાજ્‍યમાં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કર્યું હતું. સમગ્ર રાજ્‍ય સાથે વલસાડ જિલ્લાના છ તાલુકા મથકોએ આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમો યોજાયા હતા. જેની વિગતો આપતા જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિષ પટેલએ જણાવ્‍યુંહતું કે, જિલ્લામાં અત્‍યાર સુધીમાં 4.72 લાખ કાર્ડ અપાઈ ચૂક્‍યા છે. આગામી સમયે તમામ કાર્ડને પી.વી.સી. કાર્ડમાં કન્‍વર્ટ કરાશે, તેનું વિતરણ હાથ ધરાશે. હાલમાં 84 હજાર જેટલા કાર્ડ બની ચૂક્‍યા છે. આયુષ્‍માન યોજનાનો લાભ તમામ લોકો લઈ શકે છે. જટીલ બિમારીઓ જેવી કે બાયપાસ સર્જરી, એન્‍જીયોગ્રાફી કે કેન્‍સર માટે કીમો સર્જરી વગેરે વાપી વી.આઈ.એ.માં યોજાયેલ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય શાહ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રખોલી પોલીસે રીક્ષા ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

ચીખલી પોલીસે સાડદવેલથી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડયોઃ અન્‍ય બે વોન્‍ટેડ

vartmanpravah

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

Leave a Comment