October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

આપના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈએ રાજુભાઈ પટેલને આપનો ખેસ પહેરાવી શુભેચ્‍છા પાઠવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ગુજરાત વિધાન સભાની સામાન્‍ય ચૂંટણી જાહેર થવાની તૈયારી છે ત્‍યારે રાજકીય પક્ષોની ગતિવિધી સળવળાટ તેજ બની ગયો છે. આજે બુધવારે વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ મંગુભાઈ પટેલ ઉર્ફે રાજુ મરચાએ વિધિવત આમ આદમીમાં જોડાયાની જાહેરાત કરી હતી.
વલસાડ આમ આદમી પાર્ટી કાર્યાલયમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા રાજુભાઈ પટેલએ જણાવ્‍યું હતું કે, આપની વિચારધારાથી પ્રેરાઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. આ પ્રસંગે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ જીતુભાઈ દેસાઈએ રાજુભાઈ મરચાને આપનો ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ આપ્‍યો હતો. રાજુભાઈએ વધુમાં જણાવ્‍યું હતું કે, મારી સાથે મારા મિત્રો અને શુભેચ્‍છકો પણ ટૂંક સમયમાં આપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, રાજુભાઈનું રાજકીય જીવન ડામાડોળ થઈ રહ્યું છે ત્‍યારે આપનું તણખલું પકડી વૈતરણી તરવાની આ કવાયત હોય તેવું જણાઈ રહ્યું છે. સંભવિત વલસાડ બેઠક ઉપર આપ તરફથી ઉમેદવારી પણનોંધાવી શકે એવું ચર્ચાઈ રહ્યું છે.

Related posts

ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં શ્રી ગણેશ નવયુવક મંડળ ભુધરવાડી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ધકવાડા ઇલેવન ચેમ્‍પિયન જ્‍યારે કોસંબા ઇલેવન રનર્સઅપ 

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

વાપી ઉદ્યોગનગર પોલીસે હાઈવે ઉપરથી લાખોનો ગુટખાનો જથ્‍થો ભરેલ કન્‍ટેનર ઝડપી પાડયું : બે દિવસ પહેલાં કરવડમાં પણ 98 લાખનો ગુટખાનો જથ્‍થો ઝડપાયો હતો

vartmanpravah

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના પર્યટન સ્‍થળો તથા એજ્‍યુકેશન હબની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 60 દિવસ માટે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન 2.0’ની શરૂઆત

vartmanpravah

Leave a Comment