July 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: તાલુકાના વાંઝણા ગામેથી રાનવેરી કલ્લા અને રાનવેરી ખુર્ડને જોડતા મુખ્‍યમાર્ગને અડીને પસાર થતી વીજ લાઈનના કેટલાક થાંભલા ઘણા સમયથી નમી જતા ઘણા સ્‍થળોએ વિજલાઈન પણ ઝૂલતી થઈ જવા પામી છે. ઘણી જગ્‍યાએ વીજ લાઈન રોડને પણ ક્રોસ કરતી હોયછે. તેવામાં નમી ગયેલા વિજપોલ અને ઝુલા ખાતી વિજલાઈનને પગલે અકસ્‍માતની ભીતિ સેવાઈ રહી છે.
રાનવેરી કલ્લા રાનવેરી ખુર્ડ માર્ગ કે જે ખારેલ-રાનકુવા અને કાંગવઈ-બોડવાંક-ખરોલી માર્ગને જોડે છે. અને આ માર્ગ વાહન વ્‍યવહારથી ધમધમતો હોય છે. અને વિસ્‍તારમાં ખેતીવાડી પણ વિકસિત છે. તેવામાં વીજ કંપનીના બેદરકારી ભર્યા કારભરમાં અકસ્‍માત થવાની શકયતા નકારી શકાય તેમ નથી.
વધુમાં નમી ગયેલા વિજપોલ અને ઝુલા ખાતી વિજલાઈનને પગલે વીજપુરવઠો પણ નિયમિત મળવામાં મુશ્‍કેલી સર્જાતી હોય છે. આ માર્ગ પર ટ્રાન્‍સફોર્મરનું ફયુઝ બોક્ષ પણ ખુલ્લું જોવા મળી રહ્યું છે. તેવામાં વીજ કંપનીની સબંધિત પેટા કચેરીના અધિકારીઓ દ્વારા રાનવેરી કલ્લા રાનવેરી ખુર્ડ વિસ્‍તારમાં સર્વે કરી જ્‍યોતિ ગ્રામ અને ખેતીની વિજલાઈનનું જરૂરી સર્વે કરી તાત્‍કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્‍યારે મરામત માટે વીજ કંપનીના અધિકારીઓને કયારે ફુરસદ મળશે તે જોવું રહ્યું.

Related posts

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

ધરમપુર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલ ક્ષતિગ્રસ્ત સાયકલો અંગે તપાસ કરવા રજૂઆત

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

Leave a Comment