Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

કેન્‍દ્રમાં બહુમતિ સાથેની ભાજપ સરકાર અને પ્રદેશનો સીધો વહીવટ કેન્‍દ્ર સરકાર હસ્‍તક રહેતો હોવાથી સાઉદવાડી ગ્રામ પંચાયતે ડબ્‍બલ એન્‍જિનની સરકાર ઉપર મહોર મારી ગામના વિકાસ માટે લીધેલો સાર્થક નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
પ્રદેશના વિકાસ માટે ડબ્‍બલ એન્‍જિનવાળી સરકાર હોવી જરૂરી હોવાથી દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્‍યો સહિત બહુમતિ ગામલોકોએ ભાજપની કંઠી બાંધી પોતાના ગામના વિકાસને પ્રાધાન્‍ય આપ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી શંકરભાઈ ભગવાનભાઈ બારિયા તથા સભ્‍યો અને ગામલોકોએ સાગમટે ભાજપનો ભગવો ધારણ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર મહોર મારી છે. આજે ભાજપના રાષ્‍ટ્રીય સચિવ અને સંઘપ્રદેશના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, ભાજપના ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં સરપંચ, સભ્‍યો અને બહુમતિ ગામલોકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્રમાં બહુમતિસાથેની ભાજપ સરકાર છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી કેન્‍દ્ર સરકારનો સીધો હસ્‍તક્ષેપ રહે છે. દમણ-દીવમાં સાંસદ પણ ભાજપના છે. તેમજ દીવ જિલ્લા પંચાયતમાં શાસન પણ ભાજપનું હોવાથી ગ્રામ પંચાયતના વિકાસ માટે આ તમામ એન્‍જિનો શક્‍તિ પુરી પાડવા સમર્થ છે. તેથી સાઉદવાડી ગ્રામ પંચાયતે લીધેલો નિર્ણય ખુબ જ સાર્થક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિપોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, ત્રણ અન્‍ય પાર્ટી અને બેઅપક્ષ મળી સાત વચ્‍ચે જંગ

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

Leave a Comment