September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22: ભારત સરકારના આયુષ મંત્રાલયની સૂચના અને સંઘ પ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલા ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્કશોપમાં આરોગ્‍ય વિભાગ દીવના તમામ આયુષ ડોકટરો, ઘ્‍ણ્‍બ્‍, ખ્‍ફપ્‍ બહેનો, આશા બહેનો તેમજ અન્‍ય સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા. સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલાના ડો.અજય ગઢવી દ્વારા આ વર્ષના આયુર્વેદ દિવસની થીમ ‘‘હર દિન હર ઘર આયુર્વેદ” અને માર્ગ દર્શિકાઓ પ્રેઝન્‍ટેસન દ્વારા સમજાવવામાં આવી. હેલ્‍થ ઓફિસર ડો.સુલતાનના જણાવ્‍યા મુજબ, ઘણી બીમારીઓમાં આયુર્વેદિક સારવાર અને પંચકર્મ દ્વારા ખૂબ સુંદર પરિણામ મેળવી શકાય છે. જેથી દીવ જિલ્લાના લોકોને સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલ દીવ, ઘ્‍ણ્‍ઘ્‍ ઘોઘલા, અને ભ્‍ણ્‍ઘ્‍ વનાકબારા પરથી ઉપલબ્‍ધ આ સારવાર લેવાનો અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

vartmanpravah

વાપી તાલુકામાં શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે ૮૩ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો

vartmanpravah

રવિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારી કારકિર્દી માર્ગદર્શન શિબિર

vartmanpravah

નરોલીમાં એક આદિવાસી યુવકની હત્‍યાથી ચકચાર

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. દ્વારા ગેરરિતી આચરતી સાત ટ્રકોને રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો : ટ્રક માલિકોમાં ફફડાટ

vartmanpravah

Leave a Comment