October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહના રખોલી સ્‍થિત આર.આર.કેબલ લિ. કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

સેલવાસ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ, લિયો ક્‍લબ અને ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજીત રક્‍તદાન શિબિરમાં 175 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : સંઘપ્રદેશ દાનહમાં હજારોની સંખ્‍યામાં નાના-મોટા અનેક ઉદ્યોગો આવેલા છે. જેમાં છાશવારે વિવિધપ્રકારે અકસ્‍માતો સર્જાતા હોય છે, જેમાં કેટલીક વખત પીડિતોને રક્‍તની પણ જરૂરિયાત પડતી હોય છે. જેને પહોંચી વળવા ક્‍યારેક ક્‍યારેક કંપનીઓના સહયોગ દ્વારા રક્‍તદાન શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેની કડીમાં આજે રખોલી ખાતે આવેલ આર.આર.ગ્‍લોબલ ગ્રુપની આર.આર.કેબલ લિમિટેડ કંપની દ્વારા સેલવાસ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ, લિયો ક્‍લબ અને ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી 17મા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રક્‍તદાન શિબિરનું આયોજન કંપની પરિસરમાં આવેલ હનુમાનજી મંદિરના સભાગૃહમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓ, કામદારો સહિતના રક્‍તદાતાઓએ સહયોગ આપી પોતાના બહુમૂલ્‍ય રક્‍તનું ઉત્‍સાહભેર દાન કર્યું હતું.
પ્રારંભમાં રક્‍તદાન શિબિરનો શુભારંભ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્‍યો હતો. આ શિબિરમાં 175 યુનિટ જેટલું રક્‍ત એકત્ર થયું હતું. અત્રે આયોજીત શિબિરમાં મહિલાઓએ પણ રક્‍તદાન કર્યું હતું. આ શિબિરમાં કંપનીના ડાયરેક્‍ટર શ્રી સતીશ અગ્રવાલ, જીએમ શ્રી સુરેશ અસાવા, મામાજી, એડમીન મેનેજર શ્રી ગિરીશ પાંડા સહિત દરેક વિભાગના એચ.ઓ.ડી. અને દાનહમાં સ્‍થિત આર.આર.ગ્‍લોબલ ગ્રુપના દરેક ચાર યુનિટનાકામદારોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ અવસરે કંપનીના સંચાલકો, કર્મચારીઓ, રેડ કોર્સ સોસાયટીના સભ્‍યો અને લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

vartmanpravah

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ’: ફળશ્રુતિરૂપ વિદ્યાસેતુ છાત્રાલય ગુંદીયા ધરમપુરના અંતરીયાળ વિસ્‍તારમાં શિક્ષણની જ્‍યોત જગાવતા શિક્ષકો પરેશભાઈ અને મયુરભાઈ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

vartmanpravah

દીવ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારી અને દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર હરમિન્‍દર સિંઘની અંદમાન અને નિકોબારમાં બદલીના આદેશ જારી

vartmanpravah

Leave a Comment