(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.22: કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આગામી દિવાળી તહેવારને લીધેપર્યટકોનું આગમન જોવા મળે છે જેને લઈ દીવમાં ટ્રાફિક વ્યવસ્થા સચવાય રહે તેને લઈને દીવ એસપી અનુજ કુમારએ હોટલ એસોસિએશન સાથે બેઠક યોજી હતી, બેઠક દરમિયાન એસપી અનુજ કુમાર એ અનેક સૂચનો કર્યા હતા, આજે બપોરે દીવના ફુદમ હેડ ક્વાર્ટર ખાતે હોટલ એસોસિએશન બેઠકમાં એસપી અનુજ કુમારએ હોટલ સંચાલકોને જણાવ્યું હતું કે હોટલમાં રહેનાર દરેક પર્યટકોએ દરેક નિયમોનું પાલન કરવાનું રહેશે હોટલમાં રહેનાર દરેકના ઓળખનું પ્રમાણ લેવું ફરજિયાત છે, હોટલમાં વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા પણ હોવી જરૂરી છે, તથા નિયત કરેલ પાર્કિંગમાં જ પાર્કિંગ કરવા જણાવવું જો અગર કોઈ શખ્સ અથવા બેગ શંકાસ્પદ લાગે તો 112 નંબર પર ફોન કરવો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, દિવાળી વેકેશન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સચવાય તેથી દરેક લોકોએ સહયોગ આપવો.