(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : દાદરા નગર હવેલી ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા બાલાજી મંદિર પરિસર ખાતે આયોજીત સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથાનું આજે સમાપન કરાયું હતું. આ ભાગવત કથા દરમ્યાન ચાર વેદ, પુરાણ, ગીતા અને શ્રીમદ્ ભાગવત મહાપુરાણની વ્યાખ્યાનનું કાઠવ્યાસ શ્રી રઘુવીરદાસ પ્રભુજીનામુખારવિંદથી ઉપસ્થિત ભક્તોએ શ્રવણ કર્યું હતું. આ સાત દિવસીય ભાગવત કથામાં ઉત્તરાખંડવાસીઓ સહિત આજુબાજુના ગામના લોકોએ પણ લાભ લીધો હતો. કથા પૂર્ણાહુતિ બાદ ભાવિકભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.