દાદરા નગર હવેલીમાં દિવાળી પર્વની શરૂઆત થઈ ગઈ છે. ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. બે વર્ષના કોરોનાકાળ બાદ બજારમાં ઘરાકી ખુલતાવેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે કપડાંની દુકાનો અને વાસણની દુકાનોમાં પણ ઘરાકી જોવા મળી હતી.

