Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઇજિપ્તની કેરો યુનિવર્સિટીના પ્રસૂતિ અનેસ્ત્રી રોગ વિજ્ઞાનના આંતરરાષ્‍ટ્રીય પ્રોફેસર ડૉ. ઓસામા શૉકી દ્વારા દાનહની નમો તબીબી શિક્ષણઅને સંશોધન સંસ્‍થામાં ‘‘માસ્‍ટરિંગ ધ ટેકનિક ઈન હિસ્‍ટેરોસ્‍કોપી એન્‍ડ લેપ્રોસ્‍કોપી” વિષય પર આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની લાઇવ કાર્યશાળા યોજાઈ

ઈન્‍ડોનેશિયા, જોર્ડન, ઈજિપ્ત તથા અન્‍ય અરબ દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સહિત નમો તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્‍થા, સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના સ્‍નાતક તથા અનુસ્‍નાતક વિદ્યાર્થીઓ, નર્સિંગની વિદ્યાર્થીનીઓ તેમજ મેડિકલ અને નર્સિંગ કોલેજના પ્રોફેસરોએ કાર્યશાળાનો લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : બદલાતા સમય સાથે, જૂની સર્જિકલ પ્રક્રિયાઓનું સ્‍થાન હવે નવી અને વધુ અસરકારક શષાક્રિયા પ્રક્રિયાઓએ લીધું છે. જેમ કે ન્‍યૂનતમ આક્રમક લેપ્રોહિસ્‍ટેરોસ્‍કોપિક પ્રક્રિયાઓ, વિવિધ સ્‍લિંગ ઓપરેશનો, એલએસસીએસની તકનીકો, બર્શ કોલપોસસ્‍પેન્‍શન અને વિવિધ ટીવીટી, ટીવીટીઓ વગેરે. આમાંથી, હિસ્‍ટેરોસ્‍કોપીસ્ત્રી રોગ નિષ્‍ણાત સર્જનોના શષાાગારનો એક પ્રમાણભૂત ભાગ બની ગયો છે. જેના સંદર્ભમાં આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ અને આરોગ્‍ય વિભાગના સલાહકાર ડૉ. વી.કે. દાસના માર્ગદર્શન હેઠળ નમો તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્‍થા, સાયલી ખાતે આજે ‘‘માસ્‍ટરિંગ ધ ટેકનિક ઇનહિસ્‍ટેરોસ્‍કોપી એન્‍ડ લેપ્રોસ્‍કોપી” વિષય પર એક દિવસીય ઈન્‍ડો-ઇજિપ્ત આંતરરાષ્‍ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
નમો તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્‍થા દ્વારા આયોજીત આ કાર્યશાળાસ્ત્રી રોગ નિષ્‍ણાત સાથીદારોને ડાયગ્નોસ્‍ટિક અને ઓપરેટિવ હિસ્‍ટેરોસ્‍કોપી સહિત વિવિધસ્ત્રી રોગ સંબંધી ટેકનિક પર જ્ઞાન આપવાનો પ્રયાસ છે. આ કાર્યશાળાનું એક વિશેષ મહત્ત્વ છે. કારણ કે, આ કાર્યશાળા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પહેલી વખત આયોજન કરવામાં આવ્‍યું. જેમાં ઇજિપ્ત(મિષા)ની કેરો યુનિવર્સિટીમાં પ્રસૂતિ અનેસ્ત્રી રોગ વિજ્ઞાનના પ્રોફેસર અને H.A.R.T.(હિસ્‍ટેરોસ્‍કોપી એકેડેમી ફોર રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગ)ના નિર્દેશક પ્રોફેસર ડૉ. ઓસામા શૉકી આ કાર્યક્રમના મુખ્‍ય અતિથિ અને પ્રશિક્ષક રહ્યા હતા.
આ કાર્યશાળામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગના સલાહકાર/ તબીબી શિક્ષણના સી.ઈ.ઓ. ડૉ. વી.કે.દાસ, નમો તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્‍થાના ડીન, મુખ્‍ય તબીબી અધિકારી અને તબીબી અધિક્ષક, 21 સેંચુરી હોસ્‍પિટલ વાપીના કેન્‍સર સર્જન ડૉ. અક્ષય નાડકર્ણી,સ્ત્રી રોગ નિષ્‍ણાત અને આઈવીએફમાં નિષ્‍ણાત તથા વાપીની પ્રસૂતિ અનેસ્ત્રી રોગ સોસાયટી અને નાડકર્ણીની શૉકી એકેડેમીના સભ્‍ય ઉપસ્‍થિત રહ્યા હતા.ઈન્‍ડોનેશિયા, જોર્ડન, ઇજિપ્ત તથા અરબ દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સહિત નમો તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્‍થા અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના સ્‍નાતક તથા અનુસ્‍નાતક વિદ્યાર્થીઓ, નર્સિંગની વિદ્યાર્થીનીઓ સહિત મેડિકલ અને નર્સિંગ કોલેજના પ્રોફેસરોએ આ કાર્યશાળાનો લાભ લીધો હતો.
એક દિવસીય કાર્યશાળાનું બે સત્રોમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. પહેલું સત્ર મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં સવારે 9:00 વાગ્‍યાથી ઉદ્‌ઘાટન સમારોહ બાદ લેક્‍ચરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બીજા સત્રમાં શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં હિસ્‍ટેરોસ્‍કોપી અને લેપ્રોસ્‍કોપી સર્જરી તાલીમ માટે લાઈવ ઓપરેટિવ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વધુમાં વધુ લોકો આ કાર્યશાળાનો લાભ લઈ શકે તે માટે યુ-ટયુબ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

કપરાડાના છેવાડાના બારપુડા ગ્રામપંચાયત ખાતે ઉપ સરપંચની વરણી માટે યોજાયેલી પ્રથમ ગ્રામસભા

vartmanpravah

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah

Leave a Comment