(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડમાં પુસ્તક પરબનો ૧૮મો મણકો વરસાદી માહોલમાં સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર અને એસ.ટી. વર્કશોપની સામે ક્રોમાની બાજુમાં ફૂટપાથ પર પુસ્તક પરબ રવિવારે ૭:૩૦ થી ૯:૩૦ સમય દરમ્યાન યોજાઈ હતી.
આ કાર્યક્રમ પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ તથા ટીમ હાર્દિક પટેલ, હંસા પટેલ, જયંતીભાઈ મિસ્ત્રી, દેવરાજ કરદાની, જગદીશ આહીર દ્વારા આયોજિત થયો હતો. આ પરબમાં પ્રા.રાજશ્રી જોશી (સંખેડા કૉલેજ)ની મદદ મળી હતી. આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્તક વાંચનારાઓને પુસ્તકો મળી રહ્યા છે. આ રવિવારે ૧૦૮ પુસ્તકો વાચકો લઈ ગયા હતા. પુસ્તક પરબની મુલાકાત ૯૦થી વધુ લોકોએ લીધી હતી. વરસાદી માહોલમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકોએ આ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી. આ અભિયાનથી લોકો વાંચન તરફ વધુ ને વધુ ઢળી રહ્યા છે. વાચકો તરફથી વ્યવસ્થાના ભાગરૂપે વરસાદી વાતાવરણમાં પુસ્તકો સમેટવામાં મદદ મળી રહી છે. દર મહિનાના પ્રથમ રવિવારે અનુકૂળ જગ્યાએ પુસ્તક પરબ યોજાશે. જેની વાચકોએ નોંધ લેવી.