October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં જલારામ જયંતીની ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.31: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે હર્ષોલ્લાસથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. દીવ, પટેલ વાડી, વણાકબારા, ઘોઘલા એમ દરેક જલારામમંદિરની રંગબેરંગી સજાવટ કરવામાં આવી હતી. દરેક જલારામ મંદિરોમાં પૂજા અર્ચના, ભજન કિર્તન, મહાપ્રસાદ વગેરેનુ ભવ્‍ય આયોજન થયું, દીવ જલારામ મંદિર ખાતે અને પટેલવાડી જલારામ મંદિર ખાતે જલારામ ભક્‍તોએ કેક કાપીને જન્‍મ દિવસની ઉજવણી કરી, તેજ રીતે ઘોઘલામાં શ્રી જલારામ બાપા સેવા સમિતિ દ્વારા જલારામ બાપાની જન્‍મ જયંતીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જલારામ મંદિર ખાતે સવારે ધજા આરોહન, પૂજા અર્ચના અને મહાપસાદ બાદ સાંજે જલારામ બાપાની ભવ્‍ય શોભાયાત્રા ભજન કીર્તન સાથે નીકળી હતી જેમાં માટી સંખ્‍યામાં જલારામ ભક્‍તો તેમાં જોડાયા હતા. શોભા યાત્રા ઘોઘલાના મુખ્‍ય માર્ગથી પસાર થતા ઘોઘલા પંથક જલારામમય બની ગયું હતું.
સમગ્ર કાર્યક્રમ શ્રી જલારામ બાપા સેવા સમિતિના પ્રમુખ ભીમજી ગોવિંદ મોગરીની આગેવાની હેઠળ કરવામાં આવેલ હતો, વણાકબારા ખાતે પણ જલારામ બાપાના જન્‍મ જયંતીની ઉજવણી થઈ. આ રીતે દીવ જિલ્લામાં આવેલ દરેક જલારામ મંદિર પર ભક્‍તોએ હર્ષોલ્લાસથી જલારામ જયંતીની ઉજવણી કરી.

Related posts

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ડોકમરડી સરકારી શાળાની જગ્‍યા બદલવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ગોયમા ખાતે નજીવી બાબતે મારામારી: ગુટખાની પિચકારી કોણે મારી હોવાનું પૂછતા ચાર જેટલા ઈસમોએ ભેગા મળી ગામના જ વ્‍યક્‍તિને ઢીબી નાખ્‍યો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

Leave a Comment