October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: કચીગામ ગ્રામ પંચાયત ખાતે ગઈકાલે રવિવારે ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિના ઉપલક્ષમાં રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પંચાયતના તમામ 8 વોર્ડમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0′ મુજબ ‘રન ફોર યુનિટિ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દોડમાં દરેક વોર્ડના ગ્રામજનોએ મોટી સંખ્‍યામાં ઉત્‍સાહથી ભાગ લીધો હતો. આ પહેલાં ‘ફીટ ઈન્‍ડિયા રન’ની શરૂઆત રાષ્‍ટ્રીય એકતા દિવસની શપથ લઈને કરવામાં આવી હતી. આ દરમિયાન કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, પંચાયત સેક્રેટરી શ્રી શિવાંગ પટેલ, ગ્રામ પંચાયતના તમામ વોર્ડના ચૂંટાયેલા સભ્‍યો, પંચાયતનો સ્‍ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

વાપી ડુંગરા પોલીસે મોબાઈલ-રોકડા મળી રૂા. 10.04 લાખના મુદ્દામાલ સાથે મોબાઈલ ચોરને પકડયો

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

vartmanpravah

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

Leave a Comment