ભોગ બનનાર ગ્રામજનો પર 7 હજારનું આર્થિક સંકટઃ પ્રાંતમાં લેખિત રજૂઆત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16/10/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નડગધરી-જાગીરી ગ્રુપ ગામ પંચાયતમાં 2021 માં જન્મ અને મરણની ઓફલાઈન નોંધણી થયેલ પરંતુ તલાટી કમ મંત્રીરાયસીંગ ઝીણાભાઈ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોય જેનું નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
નડગધરી-જાગીરી ગામે જન્મની 31 નોંધણી અને મરણની 30 નોંધણી ગામના લોકો દ્વારા સમયસર કરેલ હોય પરંતુ તલાટી શ્રી રાયસીંગભાઈ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોવાને કારણે ગરીબ આદિવાસી લોકોએ જન્મ કે મરણનો દાખલો કઢાવડાવવા માટે આશરે 7000 થી વધુનો ખર્ચ થતો હોય છે. આદિવાસી પરિવારો માંડ મજૂરી કરીને જીવે છે ત્યારે આ આશરે 7000 થી વધારે રકમ કયાંથી લાવે તલાટી કમ મંત્રીના ભૂલના કારણે આ ગરીબ પરિવારે ખર્ચ ભોગવવા પડે એમ હોય જે બાબતે આજરોજ નડગધરી ગામના આગેવાન દિનેશભાઈ અને ગામના આગેવાનો સાથે નિરાકરણ બાબતે પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને યોગ્ય નિરાકરણ બાબતે રજુઆત કરવામાં આવી હતી.