Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાતમાં ગામના સર્વગ્રાહી વિકાસની આપેલી સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 07 : નરોલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં ડેલકર જૂથના જનતા દળ (યુ) અને શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા સમસ્‍ત નરોલી ગ્રામ પંચાયતમાં હવે ફક્‍ત ભાજપનો ઝંડો જ લહેરાવા લાગ્‍યોછે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક સમયે ડેલકર પરિવારના ખાસ સમર્થક રહેલા નરોલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ, પંચાયત સભ્‍ય શ્રીમતી પૂર્વી ગૌતમસિંહ ગોહિલ સહિત તમામ સભ્‍યોએ પંચાયતના સર્વાંગી વિકાસ માટે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
આજે સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં નરોલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિત પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
આ પ્રતિનિધિ મંડળમાં નરોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષ શ્રીમતી પ્રીતિબેન દોડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશસિંહ સોલંકી, અનુ.જાતિ મોર્ચાના ઉપ પ્રમુખ શ્રીમતી નૈમિતા માર્ગે, પૂર્વ સભ્‍ય રંજન સોલંકી, ઉજ્જવલ સોલંકી, કિસાન મોર્ચાના શ્રી રાજુભાઈ સહિત ગ્રામ પંચાયતના સક્રિય સભ્‍યો સામેલ હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની અત્‍યંત વ્‍યસ્‍તતા વચ્‍ચે સમય ફાળવી નરોલી ગ્રામ પંચાયતની નાનામાં નાની વાતોની કાળજી રાખી સર્વગ્રાહી વિકાસ કેવી રીતે કરવો તેની સમજ આપી હતી. ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિતના નવાંગતુક સભ્‍યો પ્રશાસકશ્રીનીદરેક ગામના વિકાસ પ્રત્‍યેની અંગત લાગણી અને તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોથી ખુબ જ પ્રભાવિત થયા હતા.

Related posts

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

આઈપીએસ સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

વટારમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયે શિવભક્‍તો ઉમટયા

vartmanpravah

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

vartmanpravah

Leave a Comment