June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

1પ મિનિટનો સમય આપું છું અને ગોલવાડ પહાડમાં 1પ લાખ પહોંચાડો નહિ તો તને તથા તારા છોકરાને ઉડાવી દઈશું તેવી ધમકીઓ આપી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: ચીખલી તાલુકાના આમધરા કણબીવાડ અનુ મૂળ સ્‍યાદા દાદરી ફળિયા, તાી.ચીખલી ખાતે રહેતા ફરિયાદી પંકજભાઈ વલ્લભભાઈ પટેલ (ઉ.વ-48)ના ફોન ઉપર રવિવારના રોજ બપોરના 12.21ના સમયે 9723417443 પરથી ફોન આવેલ અને જણાવેલ કે તમને પંદર મિનિટનો સમય આપું છું અને ગોલવાડ પહાડમાં રૂા.15 લાખ રૂપિયા પહોંચાડ નહિ તો તમારા છોકરાને જોઈ લઈશું તેવી ધમકી આપતા તેમણે જણાવેલ કે તમે કોણ બોલો છો? અમારી કોઈ ભૂલ હોય તો જણાવો ત્‍યારે છોકરાને જોઈ લેવાની ધમકી આપી ફોન કટ કરી દીધો હતો. આ અંગે તેમણે તેમના મિત્ર અને મોટાભાઈ સાથે ચર્ચા કરી પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવાનું નક્કી કર્યું હતું. તે અરસામાં થોડીવારમાં ફરીથી તેજ મોબાઈલ નંબર પરથી ફોન આવેલ અને પંકજભાઈને જણાવેલ કે તમને હજુ વિસ મિનિટનો સમય આપું છું અને ગોલવાડ પહાડમાં પંદર લાખ રૂપિયા પહોંચાડ નહિ તો તમારા છોકરાને જોઈ લઈશું અને તને તથા તારા છોકરાને ઉડાવી દઈશું તેવી ધમકી આપી પંદર લાખરૂપિયાની માંગણી કરતા પોલીસે 9723417443 ફોન નંબરનો ઉપયોગ કરનાર સામે ખંડણી અને ધમકી સંદર્ભનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આરોપીઓની ધરપકડ : પોલીસ કામગીરી ચર્ચાનો વિષય બની

ચીખલી પોલીસે ખંડણીના ગુનામાં એક સગીર સહિત ત્રણની ધરપકડ કરી હતી. પરંતુ એફઆઈઆરમાં આરોપીના નામ ન દર્શાવી મોડીરાત્રે ધરપકડ બતાવી ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્‍યા હોવાનું બતાવી પોતે ઉજળી કામગીરી કરી હોવાનું તરકટ કરતા ચર્ચાનો વિષય બનવા પામ્‍યો હતો. હકીકતમાં તો ફરિયાદ થતા જ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. આમધરા ગામના આ ખંડણીના ગુનામાં પોલીસે પીપલગભણ ગામે મેદાન પાસેથી શિવાંગકુમાર બીપીનભાઈ કો.પટેલ (રહે.આમધરા, મોટી કોળીવાડ, તા.ચીખલી) રોનક રાજેશભાઇ કો.પટેલ (રહે.પીપલગભાણ, ગાંધી ફળીયા, તા.ચીખલી) તથા એક સગીર મળી ત્રણ જેટલાને ઝડપી લઈ સગીર વયના આરોપીને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.

ખંડણી માંગવા સીમકાર્ડની ચોરી કરી

આમધરા ગામના ખંડણીના ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોનનો સીમકાર્ડ એક મજૂરી કામ કરતા સામાન્‍ય વ્‍યક્‍તિનો હોવાનું બહાર આવ્‍યું હતું. માણેકપોર વિસ્‍તારમાં મજૂરીકામ કરતા વ્‍યક્‍તિનો ફોન બગડતા આજ વિસ્‍તારમાં મરામત માટે આપ્‍યો હતો. ત્‍યાંથી આ સીમકાર્ડ તફડાવી ખંડણી માંગવા માટે તેનો ઉપયોગ આરોપીએ કરતા આ સામાન્‍ય માણસને પણ પોલીસના ધક્કે ચઢવાની નોબત આવી હતી.

Related posts

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

ગોવા બેડમિન્‍ટ એસો. દ્વારા આયોજીત સ્‍ટેટ રેંકિંગ ટુર્નામેન્‍ટમાં દમણના પાર્થ જોષીનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

vartmanpravah

દમણમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી કરી પીધેલી હાલતમાં ઘરે પરત ફરવાની હવે ચિંતા ટળી દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના હોલમાં પીયક્કડો માટે રહેવાની કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment