July 30, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

નકલખોરો દ્વારા પેકિંગ ફિલ્‍મની નકલ કરી વસુધારા ડેરીના ઘીનો બેચ નંબર અને તારીખ મેળવી એ જ બેચ નંબર અને તારીખ સાથે ડુપ્‍લીકેટ ઘી વેચવાના કૌંભાડનો પર્દાફાશ

જિલ્લાના ખાદ્ય સુરક્ષા અને પોલીસ વિભાગે જનઆરોગ્‍ય સાથે ચેડા કરતા નકલખોરો સુધી પહોંચવું જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: તા. 13.10.2022ના રોજ વસુધારા ડેરીને પારડી તાલુકાના મોતીવાડાથી વસુધારા ‘ઘી’ ની ગુણવત્તા બાબતે ફરિયાદ મળતા સંસ્‍થાના અધિકારીઓ ગ્રાહકને મળતા અને ગ્રાહકે આપેલ ‘વસુધારા’ ઘીનું પાઉચ બતાવતા તે નકલી હોવાનું જણાઈ આવતા વસુધારા ડેરીના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. આ ફરિયાદી ઘી નેવસુધારા ડેરી લેબોરેટરીમાં સ્‍થાપવામાં આવેલ અત્‍યાધુનિક ‘‘ગેસ ક્રોમેટોગ્રાફી” મશીનમાં ચકાસણી કરતાં આ નકલી ઘી માં ઊંચી માત્રામાં ‘‘પામોલીન” જેવા તેલનું ભેળસેળ હોવાનું બહાર આવેલ છે. ગ્રાહક પાસે મળેલ જાણકારી મુજબ તેમણે આ પેકેટ મુ. વલસાડ, છીપવાડ નાકે આવેલ ‘‘એમ માર્ટ” મનોજ એન્‍ટરપ્રાઈસીસમાંથી ખરીદ કરેલાનું જણાવી બીલ પણ બતાવવામાં આવેલ. વસુધારા ડેરીના અધિકારીઓ રૂબરૂ વિક્રેતાને ત્‍યાં જઈ તપાસ કરતા વસુધારા ઘી ના અસલી ઘી પેકેટ સાથે અનેક નકલી પેકેટ ભેગા કરી દેવામાં આવેલ હોવાનું જોવા મળેલ. વસુધારા ડેરી દ્વારા આ બાબતે તુર્ત કાર્યવાહીના ભાગરૂપે વલસાડ સીટી પોલીસ અને સરકારી ખાદ્ય સુરક્ષા વિભાગને લેખિત જાણ કરવામાં આવતા આ બંને વિભાગ દ્વારા ‘‘એમ માર્ટ” મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાં સ્‍થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આવું નકલી ઘી પાઉચ બનાવવા માટે અસામાજિક તત્ત્વો દ્વારા પેકિંગ ફિલ્‍મની નકલ કરી, વસુધારા ડેરી દ્વારા પેક કરી બજારમાં આવતા ઘી નો બેચ નંબર અને તારીખ મેળવી એ જ બેચ નંબર અને તારીખ મેળવી એજ બેચ નંબર અને તારીખ સાથે નકલી ફિલ્‍મમાં ઘી પેક કરી બજારમાં મુકવામાં આવેલ હોવાનું જણાઈ આવેલ હતું જે વસુધારા ડેરીના સાચા ઘી પાઉચ સાથેએક જ સ્‍થાને વેચાણ માટે મુકતા ગ્રાહકો તેના ભોગ બની શકે.
બજારમાં આવા અનેક વિક્રેતા હોઈ શકે, પરંતુ ભેળસેળ યુક્‍ત નકલી ઘી બનાવનારના મૂળ સુધી પહોંચી, જો તેમના ઉપર ઉદાહરણરૂપ પગલાં લેવાય તો આવું આવું અસામાજિક કાર્ય અટકી શકે. વધુમાં આ અંગેની થયેલ ફરિયાદ અંગેની ચકાસણી અત્રેની ઓફિસમાં કરી શકશો.

Related posts

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન મિશન મોડમાં: નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ના વેલનેસ સેન્‍ટરની લીધેલી મુલાકાત

vartmanpravah

સામરવરણીમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં અંભેટીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પ્રખ્‍યાત બનેલ પારડી નગરપાલિકાના તમામ 28 સભ્‍યોને પ્રાદેશિક કમિશનર કચેરીનુંતેડું ગેરવહીવટ પુરવાર થતાં તમામ રકમ સભ્‍યો પાસેથી વસૂલવામાં આવશે

vartmanpravah

Leave a Comment