October 14, 2025
Vartman Pravah
ગુજરાતપારડીવાપી

વાપી નજીક ટુકવાડામાં ગુજરાતી ફિલ્‍મ ‘‘બસ એક વાર” મુહૂર્ત શોટ્‍સ સાથે ફિલ્‍મના શુટિંગનો પ્રારંભ

પ્રોડયુસર શના પટેલ ફિલ્‍મના હિરો છે : સુરતના સમિર પટેલ તથા પ્રાપ્તી શુકલા લીડ રોલ કરી રહ્યા છે


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12 દમણ, સેલવાસમાં અવાર નવાર હિન્‍દી ફિલ્‍મ તથા સિરિયલના શુટિંગ થતા રહ્યા છે. વલસાડ જિલ્લામાં પણ સિને-ટીવી સૃષ્‍ટિ માટે સારા લોકેશન હોવાથી શુટિંગ માટે પસંદગી કરવામાં આવી રહી છે. હાલમાં જ વાપી નજીક ગુજરાતી ફિલ્‍મ ‘‘બસ એક વાર” ના મુહૂર્ત શોર્ટ સાથે શુટિંગ ટુકવાડા ગામમાં ચાલી રહ્યું છે.
ગુજરાત સહિત દેશના યુવાનો ડ્રગના રવાડે કેવી રીતે ચઢી જઈને જીંદગી કેવી રીતે બરબાદ કરી નાખતા હોય છે તેવો સામાજીક સંદેશ આપતી ‘‘બસ એક વાર” ગુજરાતીફિલ્‍મનું શુટિંગ ટુકવાડામાં ચાલી રહ્યું છે. ગઈ કાલે રવિવારે મુહૂર્ત શોર્ટ લેવામાં આવ્‍યા હતા. આ ફિલ્‍મમાં સ્‍થાનિક ગુજરાતી કલાકારો અભિનય કરી રહ્યા છે. હિન્‍દી સિરિયલ વાગલે કી દુનિયાથી જાણીતી બનેલી પ્રાપ્તિ શુકલા લીડ રોલ તથા હિરો તરીકે સુરતનો સમીર પટેલ અભિનય કરી રહ્યો છે. ગુજરાતી ફિલ્‍મ પ્રોડયુસર શનાભાઈ પટેલ યુનિટ સાથે વાપી નજીક ટુકવાડામાં શુટિંગ કરી રહ્યા છે. વલસાડ જિલ્લા અને દમણ-સેલવાસના 35 જેટલા લોકેશન ઉપર ફિલ્‍મનું શુટિંગ થનાર છે. ફિલ્‍મમાં હિરો સમીર પટેલ ડ્રગ એડિક્‍ટનો રોલ કરી રહ્યો છે તેમજ તેઓ સુરતના જાણીતા કોરિયોગ્રાફર પણ છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો વિદ્યાર્થી બન્‍યો ટીવી શ્રેણીમાં નારદ

vartmanpravah

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

વાપીમાં બાઈક સવાર બે ઈસમોએ રાહદારીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરારથયા

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

રાજ્‍યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

Leave a Comment