April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

નકલખોરો દ્વારા પેકિંગ ફિલ્‍મની નકલ કરી વસુધારા ડેરીના ઘીનો બેચ નંબર અને તારીખ મેળવી એ જ બેચ નંબર અને તારીખ સાથે ડુપ્‍લીકેટ ઘી વેચવાના કૌંભાડનો પર્દાફાશ

જિલ્લાના ખાદ્ય સુરક્ષા અને પોલીસ વિભાગે જનઆરોગ્‍ય સાથે ચેડા કરતા નકલખોરો સુધી પહોંચવું જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: તા. 13.10.2022ના રોજ વસુધારા ડેરીને પારડી તાલુકાના મોતીવાડાથી વસુધારા ‘ઘી’ ની ગુણવત્તા બાબતે ફરિયાદ મળતા સંસ્‍થાના અધિકારીઓ ગ્રાહકને મળતા અને ગ્રાહકે આપેલ ‘વસુધારા’ ઘીનું પાઉચ બતાવતા તે નકલી હોવાનું જણાઈ આવતા વસુધારા ડેરીના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. આ ફરિયાદી ઘી નેવસુધારા ડેરી લેબોરેટરીમાં સ્‍થાપવામાં આવેલ અત્‍યાધુનિક ‘‘ગેસ ક્રોમેટોગ્રાફી” મશીનમાં ચકાસણી કરતાં આ નકલી ઘી માં ઊંચી માત્રામાં ‘‘પામોલીન” જેવા તેલનું ભેળસેળ હોવાનું બહાર આવેલ છે. ગ્રાહક પાસે મળેલ જાણકારી મુજબ તેમણે આ પેકેટ મુ. વલસાડ, છીપવાડ નાકે આવેલ ‘‘એમ માર્ટ” મનોજ એન્‍ટરપ્રાઈસીસમાંથી ખરીદ કરેલાનું જણાવી બીલ પણ બતાવવામાં આવેલ. વસુધારા ડેરીના અધિકારીઓ રૂબરૂ વિક્રેતાને ત્‍યાં જઈ તપાસ કરતા વસુધારા ઘી ના અસલી ઘી પેકેટ સાથે અનેક નકલી પેકેટ ભેગા કરી દેવામાં આવેલ હોવાનું જોવા મળેલ. વસુધારા ડેરી દ્વારા આ બાબતે તુર્ત કાર્યવાહીના ભાગરૂપે વલસાડ સીટી પોલીસ અને સરકારી ખાદ્ય સુરક્ષા વિભાગને લેખિત જાણ કરવામાં આવતા આ બંને વિભાગ દ્વારા ‘‘એમ માર્ટ” મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાં સ્‍થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આવું નકલી ઘી પાઉચ બનાવવા માટે અસામાજિક તત્ત્વો દ્વારા પેકિંગ ફિલ્‍મની નકલ કરી, વસુધારા ડેરી દ્વારા પેક કરી બજારમાં આવતા ઘી નો બેચ નંબર અને તારીખ મેળવી એ જ બેચ નંબર અને તારીખ મેળવી એજ બેચ નંબર અને તારીખ સાથે નકલી ફિલ્‍મમાં ઘી પેક કરી બજારમાં મુકવામાં આવેલ હોવાનું જણાઈ આવેલ હતું જે વસુધારા ડેરીના સાચા ઘી પાઉચ સાથેએક જ સ્‍થાને વેચાણ માટે મુકતા ગ્રાહકો તેના ભોગ બની શકે.
બજારમાં આવા અનેક વિક્રેતા હોઈ શકે, પરંતુ ભેળસેળ યુક્‍ત નકલી ઘી બનાવનારના મૂળ સુધી પહોંચી, જો તેમના ઉપર ઉદાહરણરૂપ પગલાં લેવાય તો આવું આવું અસામાજિક કાર્ય અટકી શકે. વધુમાં આ અંગેની થયેલ ફરિયાદ અંગેની ચકાસણી અત્રેની ઓફિસમાં કરી શકશો.

Related posts

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

દાનહ-દમણ-દીવની ગર્લ્‍સ ટીમ આંતરરાષ્‍ટ્રીય સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલની ટૂર્નામેન્‍ટમાં ભાગ લેવા દિલ્‍હી રવાના

vartmanpravah

સ્‍વાધ્‍યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્‍સવ સાથે ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને મળેલી ગતિ

vartmanpravah

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવના જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે બેઠક યોજાશે

vartmanpravah

Leave a Comment