September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

વાંસદાના કોંગ્રેસના કદાવર ધારાસભ્‍ય અનંત પટેલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાની પિયુષ પટેલે તૈયારી બતાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ વિવિધ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટેની હોડ પણ આરંભાઈ ચૂકી છે. દરેક પક્ષમાં સાત આઠથી લઈ 27 ટિકિટ વાંચ્‍છુઓએ ટિકિટની દાવેદારી નોંધાવી દીધી છે. જો કે આપ અને કોંગ્રેસ દ્વારા અમુક બેઠકો માટે ઉમેદવારો ડીક્‍લેર પણ કરી દેવાયા છે. જ્‍યારે એક માત્ર ભાજપ એ જિલ્લાની પાંચ બેઠકો પૈકી એક પણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત નથી કરી. આ અંગે આવતીકાલ ગુરૂવારે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર થવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. ચૂંટણીના વર્તમાન શતરંજમાં વાંસદાની બેઠક માટે નાયબ મામલતદારની સરકાીર ફરજ બજાવી રહેલા પિયુષ પટેલએ ભાજપ માટે ઉમેદવારી માટે દાવેદારી જાહેર કરી છે. જેને લઈ આ બેઠક ઉપર રાજકારણ ગરમાવા લાગ્‍યું છે.
177 વાંસદાની બેઠક ઉપર 2017 માં વર્તમાન ધારાસભ્‍ય અનંત પટેલ ચૂંટાયેલા છે. બહુલ આદિવાસી વિસ્‍તાર હોવાથી તેઓ વિજેતા બન્‍યા હતા.2022માં પણ ચૂંટણી લડવાના છે. તેમની સામે વાંસદામાં નાયબ મામલતદાર તરીકે સરકારી ફરજ બજાવી રહેલા પિયુષ પટેલએ ભાજપ માટે દાવેદારી નોંધાવી દીધી છે. જેને લઈ રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. જો કે આ બાબતે ભાજપ તરફથી કોઈપણ સ્‍પષ્‍ટતા કરવામાં આવી નથી. બીજી તરફ વાંસદા ભાજપ વર્તુળોમાં પિયુષ પટેલની દાવેદારી સામે વિરોધનો વંટોળ પણ શરૂ થઈ ચૂક્‍યો છે. 100 જેટલા ભાજપના કાર્યકરોએ રાજીનામાની ચિમકી પણ ઉચ્‍ચારી દીધી છે.

Related posts

ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભ

vartmanpravah

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોરલ સપોર્ટ માટે વલસાડ જિલ્લામાંથી નિકળેલા કોંગ્રેસ કાર્યકરોને બગવાડા હાઈવે-કરમબેલામાં પોલીસે અટકાવ્‍યા

vartmanpravah

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

મુંબઈ થી દિલ્‍હી જવા નીકળેલ મિત્રોની કાર ગુંદલાવ હાઈવે પર ટ્રકમાં ઘુસી જતા અકસ્‍માત સર્જાયો : 3 ઘાયલ

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

ગણદેવી – વાંસદા સહિત જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા 1542 હોડિંગ અને પેઈન્‍ટીગ દૂર કરાયા

vartmanpravah

Leave a Comment