October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : ગત તા.17મી ઓક્‍ટોબર, 2022ના રોજ દમણ પોલીસને જાણકારીમળી હતી હતી કે આટિયાવાડ પહાડીની પાસે, આટિયાવાડ ડુંગર વિસ્‍તાર, વોટર સપ્‍લાય રોડ, આટિયાવાડ, દાભેલમાં કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિ (આ.ઉ.વ. 25 થી 30), જેણે ગળામાં ઝાડ સાથે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી છે. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી લાશને નીચે ઉતારી મરવડ ખાતેની સરકારી હોસ્‍પિટલના કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામાં આવેલ છે. જેની હજુ સુધી ઓળખાણ થઈ શકી નથી. તેથી મૃતકના વાલી-વારસો, સગાં-સંબંધીઓએ આ મૃતક વ્‍યક્‍તિની ઓળખ કરીને નાની દમણ પોલીસ સ્‍ટેશનના લેન્‍ડલાઈન નંબર (0260) 2254999, (0260) 2250105, અને દમણ પોલીસ કંટ્રોલ રૂમ (0260) 2220102 પર સંપર્ક કરવો.
મૃતક વ્‍યક્‍તિનું વર્ણન આ મુજબ છે.
ઊંચાઈ 5 ફૂટ 7 ઈંચ, રંગે ઘઉંવર્ણ, શરીરે મધ્‍યમ બાંધો અને ગ્રે કલરનો ટી શર્ટ તથા બ્‍લુ કલરની પેન્‍ટ પહેરેલ છે.

Related posts

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે નિમાતા નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલું શાહી અભિવાદન

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

આજે જનજીવન તથા પૃથ્‍વી માટે સંપર્ક કડી સમાન અર્થ અવરની ઉજવણી કરાશે

vartmanpravah

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

vartmanpravah

Leave a Comment