October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

વલસાડ આર.ટી.ઓ. દ્વારા નવી કાર શિરિઝ જીજે 15 સીએન માટે ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: કેટલાક વાહન-કાર માલિકોને ખાસ નંબર માટે ભારે ઘેલછા ધરાવતા હોય છે. હાલમાં વલસાડ આર.ટી.ઓ. દ્વારા જારી કરવામાં આવેલ નવી કાર પાસીંગ સિરિઝ જીજે 15 સીએન માટે ઓનલાઈન પસંદગીના નંબર માટે જાહેર હરાજી કરી હતી. તેમાં અધધ લેખાવી શકાય એટલી બોલી બોલાઈ હતી. આ સિરિઝના 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ હતી.
પ્રાથમિક રીતે કારની કિંમત જેટલી ખાસ નંબર માટે બોલી બોલનારા પણ પડયા છે. વલસાડ આર.ટી.ઓ. દ્વારા નવી કાર સિરિઝ જીજે 15 સીએન માટે સ્‍પે.કેટેગરીના નંબરો મેળવવામાટે ઓનલાઈન હરાજી બોલવાની જાહેરાત કરી હતી. આ હરાજીમાં 102 અરજદારોએ ભાગ લીધો હતો તે પૈકી બે અરજદારોએ ખાસ રસ દાખવ્‍યો હતો. જેમાં 0001 નંબર મેળવવા માટે સૌથી ઊંચી રૂા.6.21 લાખની અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી ઓનલાઈન બોલાઈ હતી. બન્ને અરજદારોએ અધધ રૂપિયા ચૂકવી પોતાની પસંદગીના નંબરો મેળવી લીધા હતા.

Related posts

પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્‍તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‍યા

vartmanpravah

દમણ જિલ્લામાં જળ, જમીન અને જંગલના જયજયકાર સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડમાં સગીરાએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી

vartmanpravah

સેલવાસ મામલતદાર વિભાગ અને સોશિયલ વેલ્‍ફેર વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment