જિલ્લામાં 48 કલાકમાં 866 પોઝિટિવ કેસઃ ર300 ઉપરાંત એક્ટીવ કેસ નોંધાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21
વલસાડ જિલ્લામાં જાણે કોરોનાનું વાવાઝોડું ત્રાટક્યુ હોય તેમ 48 કલાકમાં 866 પોઝિટિવ કેસ નોંધાયા છે. વહીવટીતંત્રએ સંક્રમણ અટકાવવા માટે પરદેશ હાઈરિસ્ક દેશોમાં આવતા 1086 લોકોને હોમ કોરોન્ટાઈન કરી દીધા છે. હાલમાં જિલ્લામાં2300 જેટલા એક્ટીવ કેસો નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ જિલ્લાને ભરડામાં લઈ રહ્યો છે. ગુરુવારે જિલ્લામાં 446 અને શુક્રવારે 380 મળી 48 કલાકમાં 866 કેસો નોંધાયા છે. કોરોનનું સંક્રમણ અટકાવવા માટે વહીવટીતંત્ર હાઇ એલર્ટ મોડ ઉપર છે. પરદેશથી આવતા તમામનો આરટીપીસીઆર કરાય છે. અત્યાર સુધી હાઈરિસ્ક દેશોમાં આવેલા 1086 મુસાફરોને હોમ કોરોન્ટાઈન કરાવી દેવાયા છે. તા.ર0 જાન્યુઆરી સુધી વલસાડના 584, પારડીના 134, વાપીના 188, ઉમરગામના 148, ધરમપુરના 28, કપરાડાના 04 મળી કુલ 1086 મુસાફરો ઓબ્ઝર્વેશન રખાયેલા છે. જિલ્લામાં 1 મહિનામાં 10 મૃત્યુ નોંધાયા છે. જોકે રોજ 300 ઉપરાંત દર્દી સાજા પણ થઈ રહ્યા છે. તેથી કોરોનાને સહેજે પણ હળવાસથી લેવાયો એમ નથી.