April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દૂરંદેશીથી સંઘપ્રદેશના સરપંચો માટે દૂધની-કૌંચા ખાતે બે દિવસીય ક્ષમતા નિર્માણ વર્કશોપ અને એક્‍સ્‍પોઝર વિઝિટના કાર્યક્રમનું આયોજન

  • ગુરૂવારે દાદરા નગર હવેલી જિલ્લાના ગ્રામ્‍ય અને પ્રવાસન વિકાસથી પ્રદેશના સરપંચોને રૂબરૂ કરાયા

  • આજે હિમ્‍મતનગર તાલુકાના પુંસરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ એસ.કે.હિમાંશુ દ્વારા ગુજરાત રાજ્‍યની ગ્રામ પંચાયતોમાં અપનાવવામાં આવી રહેલ સર્વોત્તમ પ્રથાઓની જાણકારી અપાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દૂરંદેશીથી સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ દ્વારા આજે તા.28મી જુલાઈ અને આવતી કાલ તા.29મી જુલાઈ બે દિવસ માટે રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત પ્રદેશના સરપંચો માટે ક્ષમતા નિર્માણ વર્કશોપ અને એક્‍સ્‍પોઝર મુલાકાતના કાર્યક્રમનું આયોજન દાદરા નગર હવેલીના દૂધની-કૌંચા ખાતે કરવામાં આવી રહ્યું છે. સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગના સચિવ, સંયુક્‍ત સચિવ અને ત્રણેય જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીના દિશા-નિર્દેશ હેઠળ ક્ષમતા નિર્માણ વર્કશોપ અને એક્‍સ્‍પોઝર વિઝિટના કાર્યક્રમને આખરી ઓપઆપવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ક્ષમતા નિર્માણ વર્કશોપ અને એક્‍સ્‍પોઝર વિઝિટના કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ ગુજરાત રાજ્‍યની ગ્રામ પંચાયતોમાં અપનાવવામાં આવી રહેલ સર્વોત્તમ પ્રથાઓની બાબતમાં સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતોના સરપંચોને માહિતગાર કરવાનો છે. આ કાર્યક્રમમાં પ્રદેશની તમામ ગ્રામ પંચાયતોના સરપંચો, ત્રણેય જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી, બ્‍લોક ડેવલોપમેન્‍ટ ઓફિસર અને ગ્રામ પંચાયતોના સેક્રેટરીઓ ઉપસ્‍થિત રહ્યા છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના હિમ્‍મતનગર તાલુકાના પુંસરી ગામના પૂર્વ સરપંચ શ્રી એસ.કે.હિમાંશુ ગેસ્‍ટ સ્‍પીકર તરીકે ઉપસ્‍થિત રહી ગુજરાત રાજ્‍યની ગ્રામ પંચાયતોમાં અપનાવવામાં આવી રહેલ સર્વોત્તમ પ્રથાઓની બાબતમાં જાણકારી આપશે અને ગ્રામીણ વિકાસ યોજનાઓ, મિશન અમૃત સરોવર અને હાલમાં ચાલી રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનની બાબતમાં પણ ઉપસ્‍થિત દરેક સરપંચોને માહિતગાર કરાવવામાં આવશે. સરપંચોને આપવામાં આવેલ બે દિવસીય પ્રશિક્ષણથી તેમનામાં નવી ઊર્જા અને જ્ઞાનનો સંચાર થશે એવું માનવામાં આવી રહ્યું છે.
આજે ઉપસ્‍થિત તમામ સરપંચોને દાદરા નગર હવેલી જિલ્લાના કેટલાક ગ્રામીણ વિસ્‍તારો અને પ્રવાસન સ્‍થળની મુલાકાત કરાવી હતી. દરેક પંચાયતના સરપંચોની ઉત્‍સાહપૂર્વક ઉપસ્‍થિતિ,પંચાયતી વિભાગના અધિકારીઓ અને તેમના સ્‍ટાફ તથા પ્રશાસનના સહયોગથી દરેકના માઈક્રોસ્‍તરના આયોજનથી આ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવાના ભરચક પ્રયાસો થઈ રહ્યા છે.

Related posts

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

કપરાડા વિસ્‍તારના લોકોને ગેરમાર્ગે દોરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશા બોગસ હોવાનો ખુલાસો થયો

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા શરૂ કરાયો

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment