August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામના ભીલાડ ખાતે આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય નહિ ભૂલી શકે – મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા

  • તાલુકાનાં રૂ.૨૯૩.૯૫ લાખના ૧૩૭ વિકાસ કામોના ખાતમુહૂર્ત- લોકાર્પણ : ૧૮૩૩૯ લાભાર્થીઓને રૂ. ૮૨૮.૧૦ લાખની સહાયનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.09: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ભીલાડ ખાતે રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી વિનોદભાઈ મોરાડીયાની અધ્ય૧ક્ષતામાં આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કૂળદેવી, દેવીદેવતાઓ અને ભગવાન બિરસામુંડાને દીપપ્રાગટય અને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્યો હતો.
આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં એમ કહેતા મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યુંત હતું કે, આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્કૃંતિ, ભાષા, અધિકારો માટે સંકલ્પબદ્ધ થવાનો અને ભગવાન બિરસામુંડા સહિત હજારો આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો દિવસ છે. દેશની સેવામાં આદિવાસીઓનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્યાના વિકાસમાં આદિવાસી સમાજ અભૂતપૂર્વ યોગદાન આપે તે હેતુસર વર્ષ ૨૦૦૭માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરાવી હતી. તેમજ રાજ્યના મુખ્ય બજેટની જેમ આદિવાસી વિસ્તારના વિકાસ માટે બજેટમાં બહુધા રકમની ફાળવણી કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારમાં પાણી પહોચાડવાનું કામ પણ અવિરત ચાલું જ છે. રાજ્ય સરકારની આદિવાસીઓ માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ થકી છેવાડાનો માનવી આર્થિક રીતે સધ્ધ ર બન્યોા છે. આદિવાસીઓએ સંગઠિત થઈ દેશના વિકાસમાં સહભાગી થવું તેમજ પોતાના વારસા અને સંસ્કૃતિને ભૂલવાની નથી.
આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તેક વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને બોર્ડર વિલેજ યોજના હેઠળ આવાસ, પશુપાલન, પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ, ગણવેશ, અનાજ ઉપણવાના પંખા, કુંવરબાઈનું મામેરુ, સિકલસેલ દર્દીઓ, વૃદ્ધ પેન્શન, સ્વ સહાય જૂથ, નિરાધાર વૃધ્ધો સહાય, પાલક માતા પિતા, ડીસેબલ પેન્શન, દિવ્યાંગ બસ પાસ સહિત વિવિધ યોજનાના ૧૮૩૩૯ આદિજાતિના લાભાર્થીઓને કુલ રૂ. ૮૨૮.૧૦ લાખની સહાય અને વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકોનું વિતરણ કરવામાં આવ્યુંથ હતું. તાલુકાના કુલ રૂ. ૨૯૩.૯૫ લાખના ૧૩૭ વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેજસ્વીા વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શ્રેષ્ઠક પશુપાલકો અને ખેડૂતોનું સન્મા ન પણ કરાયું હતું.
આદિવાસીઓની અપ્રતિમ ક્ષમતાને બિરદાવતાં ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વ આદિવાસી દિવસ માત્ર બોલવા પૂરતો નથી પરંતુ આ દિવસની ઉજવણી દ્વારા આદિવાસીઓને અનેકવિધ ફાયદાઓ થયા છે. આદિવાસી લડવૈયાઓ છે તેથી જ તેઓ સૈનિક સ્કૂલમાં ભરતી થઈ દેશની સેવા કરવા માટે કટિબદ્ધ છે. તેમજ વિકાસની વાત કરીયે તો હવે શહેરી વિસ્તાર જેવી સુવિધાઓ આદિવાસી વિસ્તારોમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે. હાલમાં સરકાર દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પહેલા કરતા અનેકગણી વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સરકારની દરેક યોજનામાં સરખો ન્યાય થાય છે. આ અનેકવિધ યોજનાઓ અંતર્ગત ઉમરગામમાં આવાસ, વિધવા પેન્શન, રોજગારી સહિત અનેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે.
કાર્યક્રમમાં હાજર દરેક લોકોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.
વલસાડ આદિજાતિ વિકાસના મદદનીશ કમિશનર શ્રી બી.આર. વળવીએ સ્વાઝગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્યોસ હતો. ગુજરાત રાજ્યધમાં આદિજાતિ વિકાસયાત્રાની ડોકયુમેન્ટવરી ફિલ્મરનું નિદર્શન કરાયું હતું. ઉમરગામ મામલતદારશ્રી અમિત ઝડખીયાએ આભારવિધિ કરી હતી.
આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ ધાંગડા, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચારુશીલાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂત, મામલતદાર અમિત ઝડખીયા, નગરપાલિકા ચીફ ઓફિસર, વલસાડ જિલ્લા પંચાયત દંડકશ્રી દીપકભાઈ મિસ્ત્રી, અગ્રણી શંકરભાઇ વારલી, બાંધકામ સમિતિ પ્રમુખ મુકેશભાઇ પટેલ, તાલુકા સંગઠન અગ્રણી દિલીપભાઈ ભંડારી અને સુરેશભાઈ પટેલ, ગુરુકુલના સ્વામીજી સહિત આદિવાસી ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.
-000-

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં કોવિડ-19 વેક્‍સિનેશન થયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિવાળી પર્વ ઉપલક્ષમાં વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

Leave a Comment