October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદારોમાં મતદાનની જાગૃતિ કેળવાય અને લોકો વધુને વધુ મતદાન કરે તે શુભ હેતુસર આજરોજ વલસાડ શહેરની કોમર્સ કોલેજ કેમ્‍પસથી 70 જેટલા સાયકલ સવારોને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.
વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં તા.1 ડિસેમ્‍બરે મતદાન થનાર છે ત્‍યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થઈ મુક્‍ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા હાથ ધરાયા છે.
આ સાયકલ મેરેથોનમાં જિલ્લાની કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને શિક્ષકો, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, સ્‍વીપના નોડલ અને ઈન્‍ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી- પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા જોડાયા હતા. મતદારોમાં મતદાન જાગૃતિ માટે આ સાયકલ સવારો દ્વારા હુ વોટ કરીશ, અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર અને લોભ-લાલચ વગર નિર્ભયતાથી મતદાન કરો જેવા પ્‍લે કાર્ડો સાથે સાયકલ સવારો શહેરના ભાગડાવડા-દાદીયા ફળિયાથી ધોબીતળાવ થઈ આઝાદચોક, સ્‍ટેડિયમ રોડ, બસ સ્‍ટેન્‍ડ,ધરમપુર રોડ, આરપીએફ ચોકડી, નનકવાડા હાલર રોડથી પસાર થઈ અંતે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્‍યા હતા જ્‍યાં આ મેરેથોન પૂર્ણ થઈ હતી. મેરેથોન દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવાયો હતો.

Related posts

વલસાડના કવયિત્રી દર્શના કનાડા માળીનું વર્લ્‍ડ રેકોર્ડ હોલ્‍ડર તરીકે થયું સન્‍માન

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

પારડી નજીકથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરનારને ચાર વર્ષે ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી ન.પા.ની સામાન્‍ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : 51.87 ટકા કુલ મતદાન નોંધાયું

vartmanpravah

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે કરી બતાવ્‍યું

vartmanpravah

Leave a Comment