(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન વલસાડ જિલ્લામાં ચૂંટણીને લગતી ગેરરીતિઓ, આચારસંહિતાનો ભંગ, ચૂંટણી ખર્ચ સહિતની ફરિયાદો અને ચૂંટણીલક્ષી જાણકારી લોકોને મળી શકે તે માટે જિલ્લા કક્ષાએ 24×7 કોલ સેન્ટર પણ કાર્યરત છે. જેનો ટોલ ફ્રી નંબર 1800 233 2610 છે. આ સિવાય હેલ્પલાઈન/ફરિયાદ નિવારણ સેન્ટરનો ફોન નં. 02632-297019 અને જિલ્લા કક્ષાએ મતદાર સંબંધિત હેલ્પલાઈન માટે ટોલ ફ્રી નં. 1950 કાર્યરત છે.