January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાએ સુપ્રત કરેલો નિયુક્‍તી પત્ર : મરવડ મંડળ ભાજપ પ્રમુખ નિતિનભાઈ પટેલે કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ બનવા બદલ સતિષભાઈ પટેલનું કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ અને કિસાન મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી રાજેન્‍દ્રભાઈ સોલંકીની સહમતીથી આજે દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે શ્રી સતિષભાઈ ગુલાબભાઈ પટેલની વરણી દમણ જિલ્લા કિસાન મોર્ચાના અધ્‍યક્ષ શ્રી રાજેશભાઈ ડી.પટેલે કરી હતી.
દમણ જિલ્લા કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ અને પ્રગતિશીલ ખેડૂત શ્રી સતિષભાઈ પટેલની કરવામાં આવેલી વરણીથી જિલ્લાના ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. આજે શ્રી સતિષભાઈ પટેલને દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ વરણી પત્ર આપી સ્‍વાગત કર્યુ હતું અને ભાજપ મરવડ મંડળ પ્રમુખ શ્રી નિતિનભાઈ પટેલે દમણ જિલ્લા કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે નિયુક્‍ત થવા બદલ શ્રી સતિષભાઈ પટેલને અભિનંદન આપી તેમનું અભિવાદન પણ કર્યુ હતું.

Related posts

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

મામલતદાર સાગર ઠક્કરની આગેવાની હેઠળ સેલવાસ ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

vartmanpravah

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

Leave a Comment