Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા શાળાના બાળકો માટે વોલ પેઈન્‍ટિંગ કોમ્‍પિટિશનનું આયોજન : સેંકડો બાળકો જોડાયા

સ્‍વચ્‍છતા, પર્યાવરણ, બેટી પઢાવો જેવા અનેક વિષયો ઉપર
બાળકોએ અદભૂત ચિત્રો દોર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી નગરપાલિકા દ્વારા તા.16 સપ્‍ટેમ્‍બરથી 30 સપ્‍ટેમ્‍બર સુધી સ્‍વચ્‍છતા સર્વેક્ષણ પખવાડીયાની ઉજવણી ચાલી રહી છેતે અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. શેરી નાટક, કલ્‍ચરલ કાર્યક્રમ, સેમિનાર, સફાઈ સ્‍પર્ધા જેવા કાર્યક્રમો સાથે શાળાના બાળકોમાં વોલ પેઈન્‍ટિંગ કોમ્‍પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. વાપીની અનેક શાળાના બાળકોએ વોલ પેઈન્‍ટિંગ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો.
વોલ પેઈન્‍ટિંગ સ્‍પર્ધાનો ચોક્કસ કાઈટ એરીયા નક્કી કરાયો છે. જેમાં શહેરના નાગરિકોને સ્‍વચ્‍છતા, શિક્ષણ, પર્યાવરણ, બેટી પઢાવો જેવા વિવિધ વિષયો ઉપર ચિત્રો દ્વારા સંદેશ આપવાનો સુહેતુ રખાયો છે. કલ્‍પના ના કરી શકીએ તેવા અદભૂત ચિત્રો શાળાના બાળકોએ વિવિધ વોલ ઉપર પેઈન્‍ટિંગ કરીને તેમની આંતરિક શક્‍તિનું જીવંત ઉદાહરણો પુરા પાડયા હતા.

Related posts

વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશે

vartmanpravah

ચીખલી માણેકપોરથી સુરખાઈ સુધી સ્‍ટેટ હાઇવે પર ઠેર-ઠેર તૂટેલી હાલતમાં ડીવાઈડર

vartmanpravah

વલસાડ સેશન્‍સ કોર્ટે 283 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપી શકીલ કુરેશીની જામીન અરજી ફગાવી

vartmanpravah

સેલવાસના એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગાનું અપમાન કરતો વીડિયો વાયરલ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીની સરકારી શાળાના નોડલ શિક્ષકોને ડેન્‍ગ્‍યુ રોગને ફેલાતો અટકાવવાની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

Leave a Comment