December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદારોમાં મતદાનની જાગૃતિ કેળવાય અને લોકો વધુને વધુ મતદાન કરે તે શુભ હેતુસર આજરોજ વલસાડ શહેરની કોમર્સ કોલેજ કેમ્‍પસથી 70 જેટલા સાયકલ સવારોને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.
વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં તા.1 ડિસેમ્‍બરે મતદાન થનાર છે ત્‍યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થઈ મુક્‍ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા હાથ ધરાયા છે.
આ સાયકલ મેરેથોનમાં જિલ્લાની કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને શિક્ષકો, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, સ્‍વીપના નોડલ અને ઈન્‍ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી- પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા જોડાયા હતા. મતદારોમાં મતદાન જાગૃતિ માટે આ સાયકલ સવારો દ્વારા હુ વોટ કરીશ, અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર અને લોભ-લાલચ વગર નિર્ભયતાથી મતદાન કરો જેવા પ્‍લે કાર્ડો સાથે સાયકલ સવારો શહેરના ભાગડાવડા-દાદીયા ફળિયાથી ધોબીતળાવ થઈ આઝાદચોક, સ્‍ટેડિયમ રોડ, બસ સ્‍ટેન્‍ડ,ધરમપુર રોડ, આરપીએફ ચોકડી, નનકવાડા હાલર રોડથી પસાર થઈ અંતે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્‍યા હતા જ્‍યાં આ મેરેથોન પૂર્ણ થઈ હતી. મેરેથોન દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવાયો હતો.

Related posts

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

અરનાલા સ્‍મશાન ગૃહમાં સગડીનુ લોકાર્પણ

vartmanpravah

ઉમરસાડી મર્ડરના આરોપીની ધરપકડ બબાલ કરી વતન ભાગી ગયેલ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્‍લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાશે

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર પરોઢીયે નાસિકથી સુરત જતી લક્‍ઝરી બસે પલટી મારી : એક મહિલાનું મોત, 23 થી વધુ મુસાફરો ઘાયલ

vartmanpravah

Leave a Comment