October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા બેઠક ઉપર ભાજપે ફરી એકવાર મજીગામના વર્તમાન કેબિનેટ મંત્રી નરેશ પટેલને રિપિટ કર્યા છે ત્‍યારે આમ આદમી પાર્ટીએ દેગામ ગામનાં આંદોલનકારી પંકજ પટેલને ટિકિટ આપી છે જ્‍યારે કોંગ્રેસે બીલીમોરા નગરપાલિકાના માજી પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણી નેતા એવા અશોક કરાટેને ટિકિટ આપી છે, આ ત્રણેય નેતાઓ વચ્‍ચે ખરા ખરીનો જંગ ખેલાવવા જઈ રહ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો પૈકી નવસારી જિલ્લામાં ચાર બેઠકો આવી છે જેમાંની એક ગણદેવી વિધાનસભા બેઠક પર વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે એવું માનવામાં આવે છે કે, આ બેઠક પર આશરે 1995 થી અહી ભાજપાનું શાસન છે તે પહેલાં કોંગ્રેસ દ્વારા કેટલીક વખત આ બેઠક જીતી હતી એવું માનવામાં આવે છે કે વર્ષ 1995 થી લઈ ને 2002 સુધી ભાજપના પૂર્વ મંત્રી શ્રી કરશનભાઈ પટેલ દ્વારા જીત મેળવીહતી ત્‍યાર બાદ ભાજપના પૂર્વ ધારાસભ્‍ય લક્ષ્મણભાઈ પટેલ 2007માં શાનદાર જીત મેળવી હતી. ત્‍યારબાદ ભાજપના પૂર્વ ધારાસભ્‍ય અને હાલમાં રાજ્‍યપાલ શ્રી મંગુભાઈ પટેલ દ્વારા 2012 જીત મેળવી હતી. આ રીતે સતત ભાજપ જીત હાંસલ કરતી આવી છે, ત્‍યાર બાદ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપ તરફથી નરેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્‍યારે કોંગ્રેસે સુરેશ હળપતિને મેદાનમાં ઉતાર્યા હતા. જ્‍યારે અપક્ષ ઉમેદવારી સુનીલભાઈ કાનજીભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી કોંગ્રેસનાં ઉમેદવાર સુરેશ હળપતિને 66749 મતો મળ્‍યા હતા. જ્‍યારે અપક્ષ ઉમેદવાર સુનીલ પટેલને 6077 મતો મળ્‍યા હતા. જ્‍યારે વધુ મતો મેળવી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર નરેશભાઈ પટેલને 1.24 લાખ કરતા વધુ મતો મેળવી વિજેતા બન્‍યા હતા. આમ ભાજપ સતત વર્ષોથી ભાજપનો ભગવો લહેરાવવામાં સફળ બની રહી છે, જ્‍યારે 2022માં ફરી એકવાર ભાજપ તરફથી મજીગામના નરેશ પટેલને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે તેની સામે કોંગ્રેસ દ્વારા બીલીમોરા દેસરા ઓરીયા-મોરીયાના અશોક કરાટે ને તેમજ ‘આપ’માંથી દેગામ ગામનાં પંકજ પટેલને મેદાનમાં ઉતારી 176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર ત્રિપાંખિયા જંગ જામશે ત્‍યારે ત્રણે રાજકીય પક્ષના ઉમેદવારો જીત માટેએડીચોટીનું જોર લગાવી રહ્યા જ્‍યારે રાજકીય પક્ષોનાં નેતા પોત પોતાના સમર્થકો સાથે જિલ્લા સહિત તાલુકાઓનાં ગામેગામ જય પાર્ટીના નેતા અને સમર્થકો તેમજ કાર્યકરો સાથે મળીને ઓટલા બેઠક તેમજ સભા કરી પ્રજાજનો સમક્ષ જઈ રહ્યા છે.

વર્તમાન કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા તાલુકાઓના ગામે ગામ નવી – નવી યોજના હેઠળ વિકાસના કામો ગામનાં છેવાડાના સુધી પહોંચાડવાનું કામ કર્યું છે જ્‍યારે વર્તમાન કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલને ભાજપ દ્વારા રીપિટ કરવામાં આવ્‍યા છે તો આ વખતે પચાસ હજારથી વધુ મતોથી વિજય મેળવશે.

– કારોબારી અધ્‍યક્ષ ધર્મેશ પટેલ, ધેજ

Related posts

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ચોમાસામાં અવાર નવાર ડૂબાઉ કોઝ-વેથી સંર્પક વિહોણા થતાં ચીખલીના સતાડી ગામના પીપળા ફળિયાના લોકોની નવો પુલ બનાવવા ઉઠેલી માંગ

vartmanpravah

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

વલસાડ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ.સુરેશ પારીકની વાપીરાજસ્‍થાન ભવનમાં શ્રધ્‍ધાંજલી સભાઈ યોજાઈ

vartmanpravah

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

vartmanpravah

Leave a Comment