October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્‍ટાફની નિમણૂક કરી સઘન તાલીમ આપવામાં આવી

તાલીમમાં કોઈપણ જાતના કારણો આપ્‍યા વિના ગેરહાજર રહેનાર 7 જેટલા કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14
176-વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને ચીખલી તાલુકાનું તંત્ર સજ્જ બન્‍યું છે અને 330-જેટલા પ્રીસાઇડિંગ ઓફિસર તથા 333-જેટલા પોલીંગ ઓફિસરની નિમણૂક કરી દેવામાં આવી છે. આ તમામ સ્‍ટાફને ચૂંટણી અધિકારી અમિતભાઇ ચૌધરી, મદદનીશ ચૂંટણી અધિકારી રોશનીબેન પટેલ, જે.એન.ચૌધરી સહિતનાની ઉપસ્‍થિતિમાં માસ્‍ટર ટ્રેનર્સ દ્વારા થિયરી તથા ઈવીએમને ઓપરેટ કરવા સહિતની બાબતે સઘન તાલીમ શિસ્‍તબધ્‍ધ રીતે આપવામાં આવી હતી.
આ તાલીમમાં કોઈપણ જાતના કારણો આપ્‍યા વિના ગેરહાજર રહેનાર 7-જેટલા કર્મચારીઓને ચૂંટણી જેવી રાષ્‍ટ્રીયકામગીરીમાં નિષ્‍કાળજી બદલ કારણદર્શક નોટિશ પાઠવી તેઓની વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

vartmanpravah

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ આંતર શાળા સુડોકુ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

Leave a Comment