August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ.સુરેશ પારીકની વાપીરાજસ્‍થાન ભવનમાં શ્રધ્‍ધાંજલી સભાઈ યોજાઈ

વાપી, વલસાડ, ઉમરગામ સહિત તમામ વિસ્‍તારના વિવિધ રાજસ્‍થાની સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લા રાજસ્‍થાની સમાજના અગ્રણી તેમજ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સુરેશ પારીકના નિધન પર સર્વ રાજસ્‍થાની સમાજ દ્વારા રવિવારે વાપીમાં શ્રધ્‍ધાંજલી સભા યોજાઈ હતી.
રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ શ્રધ્‍ધાંજલી સભામાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ, વિ.પ્ર. ફાઉન્‍ડેશન, પારિક સમાજ, જાટ સમાજ પરિષદ, અગ્રવાલ સેવા સમિતિ માલી સમાજ, રાજપૂત સમાજ, બિશ્નોઈ સમાજ, રાજસ્‍થાન જૈન એકતા મંચ, ગૌડ બ્રાહ્મણ સમાજ, હરિયાણા સમાજ, સાલાસર હનુમાન પ્રચાર મંડળ સહિતના વિવિધ સમાજના સંગઠનો સ્‍વ.સુરેશ પારીકની શ્રધ્‍ધાંજલી સભામાં મોટી સંખ્‍યામાં જોડાયા હતા. સ્‍વ.સુરેશ પારીકની તસવીર ઉપર ભાવભરી પુષ્‍પાંજલી સાથે સૌએ શ્રધ્‍ધાંજલી આપી હતી. આ પ્રસંગે રાજસ્‍થાન પ્રગતિ મંડળ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી બી.કે. દાયમાએ જણાવ્‍યું હતું કે, તેમના નિધનથી સમગ્ર રાજસ્‍થાન સમાજમાં ના પુરાય તેવી મોટી ખોટ પડી છે. તેઓ મિલનસાર સ્‍વભાવના તેમજ સરલ સ્‍વભાવ, સેવાભાવી હતા. તેમની સમાજ સેવાના યોગદાનની સમાજ હંમેશા યાદ રાખશે.

Related posts

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આયોજીત ‘ઈન્‍ડિયા ડે’ના કાર્યક્રમમાં સેલવાસમાં વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્‍ઠ ભારતનો જયઘોષ

vartmanpravah

વલસાડમાં પ્રેમલગ્નના ચાર મહિના બાદ છૂટાછેડા માટે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડામાં પતિએ પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

vartmanpravah

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની આઈ.પી.એસ.-2023 બેચના પ્રોબેશનરી અધિકારીઓએ લીધેલી મુલાકાત: પ્રશાસકશ્રીને નેપાળ પોલીસ સંગઠનના પ્રતિનિધિઓએ આપેલી સ્‍મૃતિ ભેટ

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

Leave a Comment