November 30, 2022
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપીના વીઆઈએ ઓડિટોરીયમ ખાતે તા.20-11-2022ને રવિવારના રોજ સવારે 9 કલાકે વાપીનાં વેપારી એવા પ્રિયાંક શાહ અને વૈશાલીબેન શાહની દકિરી વૃષ્ટિ શાહનો ભરત નાટયમ આરંગત્રેમ્‌ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં માણવા માટે લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં. વૃષ્ટિ શાહે 7 વર્ષના પરિશ્રમ બાદ ભરત નાટ્‍યમ શાષાીય નૃત્‍યની તાલિમ કલાગુરૂ ભાવનાબેન ભાવસાર પાસેથી લીધા બાદ આ નૃત્‍યમાં નિપૂણતા આવતા નૃત્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ વીઆઈએ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વૃષ્ટિએ ભરત નાટયમનાં વિવિધ નૃત્‍ય જેમાં પુષ્‍પાંજલિ, શંકર સ્‍તુતિ, જતિશ્વરમ્‌, શબ્‍દમ્‌, વર્ણમ્‌, કિર્તનમ્‌, દેવી સ્‍તુતિ, પદમ્‌, તિલ્લાના, મંગલમ્‌, જેવા વિવિધ આરંગેત્રમ્‌,ના નૃત્‍ય પ્રદર્શિત કરી ઉપસ્‍થિત લોકોને પોતાની કલા નૃત્‍યથી મંત્રમુગ્‍ધ કર્યા હતાં.
વાપી પબ્‍લિક સ્‍કુલમાં ધો. 11માં અભ્‍યાસ કરતી વૃષ્ટિ શાહ, કરાટેમાં બ્‍લેક બ્‍લેટ તેમજ સ્‍કેટીંગ અને રાફયલ શુટીંગમાં સ્‍ટેટ લેવલ સુધી પહોંચવાની સિધ્‍ધી હાંસલ કરી ચૂકી છે.
આ અવસરે કલાગુરૂ ભાવનાબેને જણાવ્‍યું હતું કે, ભરત નાટયમ્‌ એ કોઈ નૃત્‍ય નથી પરંતુ ભારતની જીવંત સંસ્‍કળતિ છે. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી ગોવિંદભાઈ બી. પટેલ (સી.એમ.ડી. જલારામ સ્‍ટીલ ફર્નિચરપ્રા.લી.) અને શ્રી ખીમજીભાઈ હરીભાઈ ચાવડા (જીવદયા પ્રેમી) ઉપસ્‍થિત રહ્યા હતાં. તેમજ વાપી પબ્‍લિક સ્‍કૂલનાં આચાર્યા અલ્‍પાબેન કોટડિયા, હાર્દિક જોશી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમને માણવા માટી મોટી સંખ્‍યામાં સ્‍નેહીજનો ઉમટી પડયા હતાં.

Related posts

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો ચૂંટણી રોડ શો યોજાયો

vartmanpravah

સુરતમાં યોજાયેલી ઈન્‍ડિયાસ ટોપ મોડલ સીઝન 3 માં વલસાડની સોનાલી સિંગᅠપ્રથમ નંબરે વિજેતાᅠ

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

Leave a Comment