Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

બે ટેન્‍કર, એક ટ્રક, બે છોટા હાથી, એક ટાટા યોદ્ધા બે બાઈક અને લોખંડના ભારા જપ્ત કરાયા

ત્રણ આરોપીની કરવામાં આવેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા નરોલી ગામે ગેરકાયદેસર ઓઈલ હેરફેરની ગતિવિધિનું ભાંડાફોડ કરી અંદાજીત રૂા.28લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે અને આ કૌભાંડમાં સામેલ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ વિભાગને મળેલ માહિતી અનુસાર દાનહમાં ઘણા લોકો ગુપ્ત ઓઈલ હેરફેર ગતિવિધિઓમાં સામેલ છે. જે દાનહના નાગરિકો માટે ખતરનાક સાબિત થાય એમ છે. એસપી શ્રી આર.પી.મીણા અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈનના માર્ગદર્શનમાં સમાજના પ્રત્‍યે આ પ્રકારની ગતિવિધિઓને ગંભીરતા અને તીવ્રતાને ધ્‍યાનમાં રાખતા દાનહ ક્રાઈમ બ્રાન્‍ચના પી.આઈ. શ્રી હરેશસિંહ રાઠોડના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી આવી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હતી. ક્રાઈમ બ્રાન્‍ચને મળેલ માહિતી અનુસાર 16સપ્‍ટેમ્‍બરના રોજ ચાલી રહેલ ગેરકાયદેસર ઓઈલ પરિવહન ગતિવિધિઓ માટે નરોલી વડ ફળિયા ખાતે છાપો મારવામાં આવ્‍યો જ્‍યાં એક ટ્રકમાં અંદાજીત બે ટન લોખંડના ભારા, બે છોટા હાથી જેમાં ઓઈલ હેરફેર માટે ખાલી ડ્રમો ભરેલા હતા. બે ટેન્‍કરમાં 40હજાર લીટર દૂધથી ભરેલ હતા અને એક ટાટા યોદ્ધા 8 ભરેલા દૂધના ડબ્‍બા ટેન્‍કરમાંથી કાઢવામાંઆવ્‍યા હતા. જમીન પર અલગ અલગ આકારની અંદાજીત આઠ લોખંડના ભારા હતા. સાથે પ્‍લાસ્‍ઠિકના પાઇપ, ઇલેક્‍ટ્રોનિક વજન કાટો, ખાલી પ્‍લાસ્‍ટિક અને તેલ ભરવા માટે લોખંડના ડ્રમ પણ હતા. જે સમયે રેડ પાડવામાં આવી હતી તે સમયે કોઈપણ વ્‍યક્‍તિ હાજર નહીં હતો. જેથી સ્‍પષ્ટ થતું હતું કે આ જગ્‍યા પર ગેરકાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે પંચનામા મુજબ અંદાજીત 2,86,0000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ત્‍યારબાદ સેલવાસ પોલીસે આઈપીસી 379, 407, 34 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન આરોપી કૃષ્‍ણા કાલુ નાગરી (ઉ.વ.42) રહેવાસી ભસતા ફળિયા સેલવાસ સાથે ઈશ્વર નાથુજી ચંડેલ (ઉ.વ.42) રહેવાસી વડ ફળિયા, નરોલી અને કિરણસિંહ જસવંતસિંહ રાજપૂત (ઉ.વ.54) રહેવાસી બ્રાહ્મણપાડા નંદિગામ, તલવાડા ગુજરાત જેઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગેની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

vartmanpravah

વલસાડની હોસ્‍પિટલ ઝેનિથ ડોક્‍ટર હાઉસે ખરા અર્થમાં ડોક્‍ટર્સ ડે ની ઉજવણી કરી

vartmanpravah

સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment