(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.09: નવસારીજિલ્લામાં ઘર ઘર તિરંગા અભિયાનના વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. હાથમાં તિરંગા, ફુગ્ગા અને વંદે માતરમના જયઘોષ સાથે મુખ્યમંત્રીના રાજ્યભરમાં યોજાનારા ઘર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપ્યું હતું. જે અન્વયે આજરોજ નવસારી એસ.ટી. બસ સ્ટેશન ખાતે એસ.ટી. વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા કાર્યક્રમમાં જોડાયા હતાં.