October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ડુમલાવ ગામમાં ખુંખાર દિપડાના રાત્રે આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ

વન વિભાગે મારણ સાથે ગોઠવેલ પાંજરામાં દિપડો ના સપડાયો : પાંજરે ચોમેર ચક્કર મારી ચાલાક દિપડો સ્‍થળ છોડી ચાલી ગયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રાત્રીના સમયે રાની પશુઓ વારંવાર દેખા દેતા હોય છે તેથી જુદા જુદા ગામોમાં ખુંખાર દિપડાઓ અવાર-નવાર જોવા મળી રહ્યો છે. પારડીના ડુમલાવ ગામે કેટલાક દિવસથી ખુંખાર દિપડો આંટાફેરા મારી રહ્યો છે. એક બકરાનુ મારણ પણ કર્યું હતું તેથી ગ્રામજનોની માંગણી બાદ વન વિભાગ દ્વારા ડુમલાવની સિમમાં પાંજરુ ગોઠવવામાં આવ્‍યું છે. પરંતુ ગત રાત્રે દિપડો ગામમાં આવ્‍યો પણ ખરો પરંતુ દિપડો પાંજરામાં પુરાયો નહીં. ચાલાક દિપડો પાંજરાની ચોમેર આંટા મારી જંગલમાં ચાલી ગયો હતો.
ડુમલાવમાંવારંવાર દિપડો દેખાતા ગ્રામજનોના જીવ પડીકે બંધાયેલા છે. હવે તો દિપસ કે રાત્રે પણ વાડીએ જતા લોકો ડરે છે. દિપડો પકડવા માટે રાખવામાં આવેલ મારણ સાથેના પાંજરામાં દિપડો સપડાતો નથી. વન વિભાગ દ્વારા મુકાયેલા સીસીટીવી કેમેરામાં રાત્રે દિપડો આવવાના દૃશ્‍યો કેદ થયા છે. તેનો વિડીયો પણ વાયર થઈ રહ્યો છે. ચાલાક દિપડો પાંજરા આજુબાજુ ચક્કર મારી જંગલમાં જતો દૃશ્‍યોમાં દેખાઈ રહ્યો છે. જ્‍યાં સુધી દિપડાનું આવાગમન બંધ નહી થાય ત્‍યાં સુધી ડુમલાવના ગ્રામજનોની ઊંઘ હરામ બની ચૂકી છે.

Related posts

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

દમણના ઉમંગ ટંડેલની ગુજરાતની અંડર-23 ટીમમાં વન-ડે ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

vartmanpravah

દમણના સોમનાથ વિસ્‍તારમાં 62 વર્ષીય મહિલાની લૂંટ અને હત્‍યાઃ પોલીસે આરોપીની કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment