October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના હોન્‍ડ ગામના ચોકી ફળીયા ખાતે રહેતા બાબુભાઇ છનાભાઈ હળપતિ (ઉ.વ.આ. 61) જે ગુરૂવારની સાંજના સમયે ઘરેથી સાયકલ લઈને આલીપોર ખાતે આવેલ દૂધ ડેરીમાં નોકરી ઉપર જઈ રહ્યા હતા. દરમ્‍યાન ચીખલી ઓવરબ્રિજ પાસે વલસાડથી નવસારી તરફ જતા ને.હ.નં-48 ઉપર એક અલ્‍ટો કાર નં. જીજે-21-એએ-0583ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઈકલ ઉપર જઈ રહેલા બાબુભાઈ હળપતિને ટક્કર મારતા રોડ ઉપર પટકાતામાથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમજ નાક અને કાનમાંથી લોહી નીકળતા 108ની મદદે સારવાર અર્થે ચીખલીની સબ ડિસ્‍ટ્રીકટ હોસ્‍પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જોકે અકસ્‍માત કરી કાર ચાલક સ્‍થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. બનાવની ફરિયાદ જયેશભાઇ રમેશભાઈ હળપતિ (રહે.હોન્‍ડ ચોકી ફળીયા તા.ચીખલી) એ કરતા વધુ તપાસ પીએસઆઈ એસ.જે.કડીવાલા કરી રહ્યા છે.

Related posts

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

vartmanpravah

વલસાડમાં અર્થ અવર નિમિત્તે પેડલ ફોર ધ પ્‍લાનેટના સંદેશ સાથે સાયક્‍લોથોનમાં શહેરીજનો ઉમટયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે કર્મચારીઓ મોતને ભેટયા

vartmanpravah

વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસ પાલિકા હરકતમાં : બિલ્‍ડરો દ્વારા નદીમાં છોડાતા ડ્રેનેજના પાણીને બંધ કરવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

Leave a Comment