September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો

108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા પ્રથમ કપરાડા આરોગ્‍ય કેન્‍દ્ર અને બાદમાં ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં કન્‍ડક્‍ટરને ખસેડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં આજે ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો આવતા દોડધામ મચી જવા પામી હતી.
મોટીપલસાણ જતી એસ.ટી. બસમાં કન્‍ડક્‍ટરને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવ્‍યો હતો. ડ્રાઈવરે બસ અટકાવી 108 એમ્‍બ્‍યુલન્‍સને ફોનથી જાણ કરી હતી. એમ્‍બ્‍યુલન્‍સ સ્‍ટાફ પાયલોટ વિજય ગાવિત, ઈ.એમ.ટી. પ્રવિણ વણોલ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. પબ્‍લીકની મદદથી કન્‍ડક્‍ટરને ઊંચકી એમ્‍બ્‍યુલન્‍સમાં લાવવામાં આવ્‍યા હતા. એમ્‍બ્‍યુલન્‍સમાં ઘનિષ્‍ઠ ઉપચાર સેવા ચાલુ કરાઈ હતી. એમ્‍બ્‍યુલન્‍સએ કપરાડા આરોગ્‍ય કેન્‍દ્રમાં કન્‍ડક્‍ટરને દાખલ કરેલા પરંતુ વધુ સારવારની જરૂરીયાત ઉભી થઈ હતી તેથી ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દાખવાઈ હતી. એરવે ક્‍લીયર કરાયો હતો તેમજ અમદાવાદના ફિઝિશીયનનું 108ના સ્‍ટાફે માર્ગદર્શન મેળવી જરૂરી ઉપચાર કર્યો હતો. ધરમપુર પહોંચ્‍યા બાદ પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવતા પરિવાર દોડી આવેલ અને 108ના સ્‍ટાફનો ખુબ આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

વલસાડ પારનેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્‍ચે થયેલ અકસ્‍માત જોવા ગયેલ યુવાનને અજાણી કારે ટક્કર મારતા મોત

vartmanpravah

વલસાડમાં બાળકને સ્‍કૂલે મુકી ઘરે પરત થઈ રહેલી મહિલાના મોપેડમાં આગ લાગતા મોપેડ બળીને ખાક

vartmanpravah

સેલવાસની કેટલીક હોટલો, ઢાબાઓમાં નજરે પડતો સ્‍વચ્‍છતાનો અભાવ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવેલ દુકાનોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

Leave a Comment