August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

ઉમરસાડીના સ્‍થાનિકો-વાહન ચાલકોને મોતીવાડા બ્રિજથી 10 થી 12 કિ.મી.નો ચકરાવો મારવો પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ચૂંટણી મતદાનના બીજા દિવસથી જ સાત દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ કરવામાં આવ્‍યું છે. આગામી તા.8મી ડિસેમ્‍બર સુધી ફાટક બંધ રહેતા સ્‍થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો શરૂ થઈ ચૂક્‍યો છે.
ઉમરસાડી ગામના રહિશો, વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ, નોકરીયાતો પારડી ફાટકથી જ અવર જવર કરે છે પરંતુ આજ તા.02 થી આગામી તા.08 ડિસેમ્‍બર સુધી રેલવે તંત્રએ ફાટક સાત દિવસ માટે બંધ કરી દીધું છે. લાઈન મેઈન્‍ટેનન્‍સ માટે બંધ કરાયેલ ફાટકને લઈ સેંકડો લોકો મુશ્‍કેલીમાં મુકાઈ જશે. ઉમરસાડીના લોકોએ અને વાહન ચાલકોએ પારડી આવવું હોય તો મોતિવાડા બ્રિજ થઈ 10 થી 12 કિલોમીટરનો ચકરાવો મારવો પડશે. રોજીંદા અપડાઉન કરતા તથા વિદ્યાર્થીઓ, દર્દીઓ માટે પારડી ફાટક બંધ થઈ જતા ભારે મુશ્‍કેલીનો સામનો આગામી સાત દિવસ માટે કરવો પડશે. આમ પણ રેલવે તંત્ર દ્વારા ઉમરગામથી વલસાડસુધી અનેક ફાટકો વારંવાર બંધ થતા રહે છે. ક્‍યાંક ઓવરબ્રિજના કામ અર્થે કાં તો મેઈન્‍ટેનન્‍સ માટેના કારણો ઉભા થતા રહ્યા છે.

Related posts

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે દમણમાં વૃક્ષારોપણ સાથે સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

વાપી ભાજપ સંગઠને ગુંજન વંદેમાતરમ્‌ ચોકમાં હાય હાયના નારા સાથે અધીર રંજનના પૂતળાનું દહન કર્યું

vartmanpravah

‘દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસ’ની જિલ્લા સ્‍તરીય ઉજવણી પ્રશાસકશ્રીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારની દરેક યોજનાઓ પુરી પારદર્શકતા સાથે કાર્યાન્‍વિતઃ કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રા

vartmanpravah

મલાવ ખાતે આરટીઓ અધિકારીએ નિયમ વિરુદ્ધ ચાલતી માટી ભરેલી બે ટ્રક સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

Leave a Comment